Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોલેજ ગર્લે ઇંસ્ટાગ્રામ પર યુવક સાથે મૈત્રી કરી, પરિવારે ધનાટ્ય સમજી છૂટ આપી અને પછી...

કોલેજ ગર્લે ઇંસ્ટાગ્રામ પર યુવક સાથે મૈત્રી કરી, પરિવારે ધનાટ્ય સમજી છૂટ આપી અને પછી...
, સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:22 IST)
સુરતના લિંયાબત વિસ્તારની કોલેજિયન યુવતી સાથે ઇંસ્ટાગ્રામ દ્રારા મિત્રતા કરી અને પોતે એક અમીર પરિવાર સાથે નાતો ધરાવે છે એમ કહીને યુવતીને પ્રેમજાળમાં ફસવી લીધી. ફરવાના બહાને ઘરે અને હોટલમાં જઇને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. 
 
લિંબાયતની 21 વર્ષીય કોલેજ ગર્લની એક વર્ષ પહેલાં ઇંસ્ટાગ્રામ પર કુણાલ રવિકાંત બારી (207, સુયોગનગર ભટાર) સાથે પરિચય થયો હતો, ત્યારે રવિએ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ યુવતીએ ના પાડી દીધી અને પોતાના માતા પિતાને મળવાની વાત કહી. જેથી યુવતીએ નવા ઘરના વાસ્તુ વખતે યુવક ત્યાં પહોંચી ગયો. યુવકે કહ્યું કે ભાટિયા મોબાઇલની ફેંચાઇઝી, 8-9 કરોડ રૂપિયાનો બંગલો ડુમરના લક્ષ્મી ફાર્મમાં એજ ઝીંગા તળાવ હોવાની વાત કહીને પોતે ધનાઢ્ય પરિવાર સાથે નાતો ધરાવે છે એવું દર્શાવ્યું હતું. જેથી યુવતીએ માતા પિતાની ઇચ્છા હતી ક્તેની પુત્રીના લગ્ન કૃણાલ સથે થાય, એટલા માટે બંનેને એકબીજાને મળતા હતા. 
 
આ દરમિયના યુઅતિને ફરવા લઇ જવાના બહાને ઘરે અને વેસુ વિસ્તારનીએ અનંત હોટલ અને રોયલ સેલિબ્રેશન હોટલમાં બે દિવસ રોકાયા અને ત્યાં પણ શરિરીક સંબંધ બનાવ્યા. જોકે જ્યરે કૃણાલ યુવતિ સાથે પોતાને ઘરે પહોંચ્યો તો તેના માતા પિતાએ તેને લગ્ન કરવા માટે કહ્યું અને યુવતીને તેનું ઘર છોડી દેવાની વાત કહી. 
 
કૃણાલ યુવતીને લઇને ફરવા જતો હતો તથા શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. પરંતુ યુવતિએ ના પાડતી તો તેના માતા પિતાને કહી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. જોકે જ્યારે યુવતીએ પોતાના માતા પિતાને સૂચિત કર્યા તો તેણે કૃણાલને મનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે કૃણાલને તેને ધમકાવ્યો અને તેને લગ્ન કરવાને ના પાડી, તો યુવતીએ આખરે ફરિયાદ નોંધાવી. જેને લઇને પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બોપલ ડ્રગ્સકાંડ અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, માલેતુજાર પરિવારની યુવતિઓ ડ્રગ્સ માટે બની ગઇ ડ્ર્ગ્સ પેડલર