Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભુજ તાલુકાના કુરબઇ ગામના વિસ્તારને તેમજ ભુજ શહેરના બે વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ કરાયા ઝોન જાહેર

ભુજ તાલુકાના કુરબઇ ગામના વિસ્તારને તેમજ ભુજ શહેરના બે વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ કરાયા ઝોન જાહેર
, બુધવાર, 17 નવેમ્બર 2021 (09:52 IST)
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કુરબઇ ગામના પટેલ સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં.૧ તથા નં.૨ને તા.૧૯/૧૧/૨૦૨૧ સુધી તેમજ ભુજ શહેરમાં આયાનગરમાં ઓધવવિલામાં આવેલ ઘર. નં. બી-૧૧, બી-૧૨(બંધ ઘર),  બી-૧૦, બી-૯ તથા સામેની બાજુ આવેલ ઘર નં.ઇ/૪-૫ એમ કુલ છ ઘરને તા.૨૨/૧૧/૨૦૨૧ સુધી તથા ભુજ શહેરમાં સંતોષીમાંના મંદીરની બાજુમાં પાછળ આવેલ નૂતન કોલોની ઘર.નં.૩ને તા.૨૫/૧૧/૨૦૨૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
 
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
 
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ, સોનગઢ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત