Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોપી તથ્ય એ સ્વીકાર્યું મારી કાર 120ની સ્પીડે હતી, મને કશું દેખાયું જ નહોતુ, નહીં તો બ્રેક મારી હોત

tathya patel iskon accident
અમદાવાદઃ , શુક્રવાર, 21 જુલાઈ 2023 (15:14 IST)
આરોપી તથ્ય પટેલના વધુ એક વાયરલ થયેલા વીડિયોમાં તે લોકોના સવાલના જવાબ આપી રહ્યો છે
 
શહેરના સરખેજ હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર લઈને નીકળેલા તથ્ય પટેલે ટોળા પર કાર ચડાવી દેતાં 9 લોકોના મોત થયાં હતાં. આ ઘટના બાદ તથ્યને ત્યાં ઉભેલા લોકોએ બરાબરનો ધીબી નાંખ્યો હતો. લોકો તથ્યને મારી રહ્યાં છે એ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો. ત્યાર બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસવાન પાસે બેઠેલો જોવા મળ્યો છે. લોકો તેને પુછી રહ્યાં છે કે સાચુ બોલ કાર સ્પીડમાં હતી કે નહીં. લોકોને જવાબ આપતા તથ્ય સ્વીકારે છે કે હા મારી કાર 120ની સ્પીડ પર હતી. તેણે કહ્યું કે, અરે મારા ભાઈ મને સાચે ના દેખાયું નહીં તો કારને બ્રેક ના મારુ. હાલ આ વીડિયોને લઈને પોલીસની તપાસ પણ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટના બાદ તથ્ય બિંદાસ્ત બનીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. 9 લોકોને કચડી નાંખવાનો તેના ચહેરા પણ સહેજ પણ અફસોસ જોવા નહોતો મળતો. 
 
તથ્ય પટેલનું લાયસન્સ રદ કરવામાં આવશે
આ કેસમાં હવે RTO પણ એક્શન મોડમાં આવી ગઈ છે. 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનું લાયસન્સ રદ કરવામાં આવશે. આ ઉપરાંત થાર ગાડી ચલાવનાર સગીર પાસે પણ લાઈસન્સ નહોતુ. હવે આરટીઓ લાયસન્સને લઈને પણ કાર્યવાહી કરશે. હાલમાં તથ્યની અમદાવાદમાં શાહિબાગ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પુછપરછ કરી છે. જેમાં તથ્યએ અનેક બાબતોનો સ્વીકાર કર્યો હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. તથ્ય પટેલની રાજ્યના પોલીસ વડાએ બંધ બારણે પુછપરછ કરી છે. બીજી તરફ તથ્ય સહિતના છ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં.આજે બંને પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામા આવશે. 
 
બંને બાપ બેટાએ અફસોસ વિના સરકારી ભોજન જમ્યું
આરોપી તથ્ય પટેલ દેખાડો કરવા માટે યુવતીઓ અને મિત્રોને સાથે રાખતો અને તેની પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખતો હતો. સિંધુભવન હોય કે આજુબાજુના કેફે તે ત્યાં જતો અને રૂપિયાનો ધુમાડો કરતો હતો. તે એક કોફીના 500થી 700 રૂપિયા ચૂકવતો હતો. તેની સાથે આવતા તમામનો ખર્ચો પણ તે જ ઉપાડતો હતો. સાંજના સમયે બાપ-દીકરાને પેપર ડિશમાં સરકારી વ્યવસ્થા પ્રમાણે ભોજન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ મૃતકોના પરિવારજનોના ઘરમાં મોત બાદ ચૂલો સળગ્યો નહોતો, ત્યારે આ નબીરા બાપ-દીકરાને પોલીસ સ્ટેશનમાં સરકારી ભોજન આપવામાં આવ્યું હતું અને બંને જણાએ કોઈપણ પ્રકારના અફસોસ વિના આરોગ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Patola Saree- પટોળા નો ઇતિહાસ, 4-5 લાખમાં વેચાય છે પટોળૂં