Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાન જયંતિ, સુરતમાં 3600 કિલોનો લાડુ, 40 હજારથી વધુ ભક્તો પામશે પ્રસાદ

હનુમાન જયંતિ, સુરતમાં 3600 કિલોનો લાડુ, 40 હજારથી વધુ ભક્તો પામશે પ્રસાદ
, મંગળવાર, 11 એપ્રિલ 2017 (11:46 IST)
આજે હનુમાન જયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે હનુમાન જયંતિની અનોખી ઉજવણી માટે જાણીતા પાલ સ્થિત અટલ આશ્રમ ખાતે આ વર્ષે પ્રથમવાર 3600 કિલોનો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો છે. આ તરફ હનુમાનજીને કેક કાપીને પણ તેમની જન્મજયંતિ ઉજવાશે.3600 કિલોના લાડુમાંથી 40 હજાર ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 

આ અંગે માહિતી આપતાં અટલ આશ્રમના મહંત પૂજ્ય બટુકગીરી મહારાજે જણાવ્યું કે, હનુમાન જયંતિએ સામાન્ય રીતે દરેક મંદિરમાં પ્રસાદીનું વિતરણ કરવામાં તો આવે છે પણ અહીં અટલ આશ્રમના દર વર્ષે અલગ રીતે ઉજવણી કરાય છે. અહીં દર વર્ષે હનુમાનજીને વિશાળકાય લાડું ધરવામાં આવે છે તેની સાથે કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંદિર તરફથી પ્રથમવાર 3600 કિલોનો વિશાળ લાડું બનાવવામાં આવી રહ્યો છે. આ લાડું બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઇ હતી જેમા વર્ષ 2004માં 551 કિલો, 2005માં 1111 કિલો, 2006માં 1551 કિલો, 2007માં 1751 કિલો, 2008માં 2151 કિલો, 2009માં 2500, 2010માં 2551 કિલો, 2011માં 2700 કિલો, 2012માં 2751, 2013માં 3100 કિલો, 2014માં 3200 કિલો, 2015માં 3151 અને 2016 3551 અને આ વર્ષે 3600 કિલોનો વિશાળ લાડું તૈયાર કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઇપીએલ-10 - કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 8 વિકેટે હરાવ્યું