Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત

Surat spa lady murder news
, મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (17:26 IST)
સુરત શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પા મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત નીપજ્યું હતું. અવધ વાઇસરોય શોપિંગમાં બીજા માળે ચાલી રહેલા સ્પા અને મસાજ પાર્લરમાં એક યુવતીનું એક યુવતીનું રહસ્યમય મોત થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ યુવતીને નશીલી ગોળીઓના સેવનની આદત હતી. રાત્રે 8 વાગ્યે સ્પા બંધ ગયા બાદ સવારે 9-10 વાગ્યા સુધી કોઈને જાણ સુદ્ધા ન થઈ હતી. સવારે બીજી યુવતીઓ કામે આવતા મૃત હાલતમાં મળી આવી હતા. આ સાથે મરનાર બંગાળની ચર્ચાઓ છે. શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બર 2020ના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની બંધ રૂમમાં હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. જેમાં તેની જ મિત્ર એડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આરોપી મિત્ર એડાને લાજપોર જેલમાં ખસેડવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sensex Nifty Today- બજારમાં ઉછાળો, સેન્સેક્સ 834 પોઇન્ટ બંધ રહ્યો હતો, જે તમામ ક્ષેત્રો ગ્રીન માર્ક પર છે