Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત વીજ કંપનીના પરીક્ષા કૌભાંડના તાર અરવલ્લી પહોંચ્યા, ક્રાઈમ બ્રાંચે વધુ ચાર લોકોની ધરપકડ કરી

surat scame
સુરતઃ , શનિવાર, 27 મે 2023 (16:57 IST)
surat scame
 
અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછમાં વધુ 4 આરોપીઓના નામ સામે આવ્યા
આ તમામ આરોપીઓએ 250થી 300 ઉમેદવારોને ગેરરીતિ આચરી પરીક્ષામાં પાસ કરાવ્યા હતા
 
 વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા કૌભાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે અરવલ્લીથી વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. નિવૃત્ત અધિકારી અને એક શિક્ષક સહિત 3 લોકોને પોલીસે ઝડપી લીધા છે. વડોદરાના નિશિકાંત શશીકાંત સિંહા, સાબરકાંઠાના સલીમ નિઝામુદ્દીન ઢાપા, મનોજ મકવાણા સહિત નિકુંજ પરમારની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા ભાસ્કર ચૌધરી અને ભરતસિંહ ઝાલા સહિતના આરોપીની પૂછપરછમાં વધુ 4 આરોપીઓના નામ સામે આવ્યા હતા. આ ઘટનામાં હજી વધુ 50 લોકોના નામ ખુલે તેવી શક્યતાઓ છે. ઘટના સાથે જોડાયેલા મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. 
 
કોર્ટમાં રજૂ કરીને 29મે સુધી રિમાન્ડ મેળવ્યા
ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયેલા વધુ 4 આરોપીઓ સહિત આ તમામ આરોપીઓએ 250થી 300 ઉમેદવારોને ગેરરીતિ આચરી પરીક્ષામાં પાસ કરાવ્યા હતા. વધુ 4 આરોપીની ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરીને 29મે સુધી રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓએ પ્રત્યેક ઉમેદવારો દીઠ 8થી10 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. તમામ રકમ બધા એજન્ટ, વચેટીયા સહિત પરીક્ષા કેન્દ્રના માલિક, લેબ ઇન્ચાર્જ વચ્ચે વહેચી લેવામાં આવતી હતી. સલીમ ,મનોજ અને નિકુંજ મુખ્ય એજન્ટની ભૂમિકામાં કામ કરતા હતા. 
 
આ ઘટનામાં વધુ 50 નામો ખુલે તેવી શક્યતાઓ
આરોપી સલીમ ઢાપા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષક સલીમે 30 પરીક્ષાર્થીઓને ગેરરીતિ આચરીને પાસ કરાવ્યા છે. જ્યારે આરોપી મનોજ મકવાણા ડિપ્લોમા ઇલેક્ટ્રીકનો અભ્યાસ કરી ચુક્યો છે. ઉપરાંત આરોપી નિકુંજ પરમાર ઇ-ગુજકોપ તથા સોફ્ટવેર એન્જિનિયરનો જાણકાર છે. આરોપીઓ પરીક્ષાર્થીદીઠ આઠથી દસ લાખ રૂપિયા મેળવી ઇન્દ્રવદન પરમારને આપવામાં આવતા હતા. આરોપીઓ આર્થિક લાભ મેળવી પરીક્ષાર્થીઓને ગેરીરીરી આચરી પાસ કરાવ્યા બાદ નોકરી અપાવી હોવાનો સુરત ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં વધુ 50 નામો ખુલે તેવી શક્યતાઓ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીવરાજ પાર્ક પાસેથી અમેકરિકન નાગરીકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયું