Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત પ્રેમીએ પ્રેમિકાને હોટલમાં જીવતી સળગાવી, હત્યા કરતાં પહેલા ગરુડ પુરાણ વાંચીને ગયો હતો

સુરત પ્રેમીએ પ્રેમિકાને હોટલમાં જીવતી સળગાવી, હત્યા કરતાં પહેલા ગરુડ પુરાણ વાંચીને ગયો હતો
, બુધવાર, 16 ઑક્ટોબર 2019 (11:02 IST)
સુરતની ડુમસની રવિરાજ હોટલમાં વલસાડની ઈંજીનીયર  યુવતીને જીવતી સળગાવી હત્યા કરી. હોટલકર્મીઓએ યુવકનીઓળખ વલસાડ નિવાસી શિવકરણ શાશન (32) અને યુવતીનો નામ ભાવના મોરિયા (26) જણાવ્યુ છે.  

વલસાડમાં રહેતી યુવતીને શિવકરણ ઉર્ફ કિશોરને ત્યાં ટ્યુશન લેવા જતી હતી. દરરોજની મુલાકાત દરમિયાન બન્નેને એકબીજાથી પ્રેમ થઈ ગયો. પણ યુવતીના પરિવારને જાણ થતાં યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યો. તો કિશોરને યુવતીની પજવણી શરૂ કરી હતી. અને શિવકરણને શંકા હતી કે તેમનો બીજા યુવક પ્રવીણ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા પણ થઈ. 
 
શિવકિરણ દ્વારા યુવતીની અવારનવાર થઇ રહેલી હેરાનગતિથી વાજ આવી પરિવારે આખરે તેની વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી શિવકિરણે બદલો લેવા 2009માં ધમકી આપી હતી. બંને વચ્ચેની કડવાશ બાદ યુવતી સુરતમાં જોબ કરવા વલસાડથી અપ-ડાઉન કરી રહી હતી.
 
આ દરમિયાન ચાર વર્ષ અગાઉ યુવતીને વલસાડ રેલવે સ્ટેશને જોઇ શિક્ષક શિવકિરણે તેણીને પોતાની સાથે મોટરસાઇકલ ઉપર સુરત આવવા કહ્યું હતું. શિવકિરણે વલસાડ કલેકટર કચેરી રોડના પેટ્રોલ પંપ પરથી પ્લાસ્ટીકની એક બોટલમાં પેટ્રોલ લીધું હતું. બંને મંગળવારે બાઇક ઉપર ડુમસ સ્થિત હોટલ રવિરાજમાં રૂમ લઇ બંને સાથે રૂમમાં પ્રવેશ્યા હતા. હત્યાના ઇરાદે હોટલના રૂમમાં રોકાયેલા શિવકિરણે યુવતી શરીર સંબંધ બાંધ્યા. બુધવારે સવારે 10 વાગ્યા બાદ બાથરૂમના વેન્ટિલેશનમાંથી ધુમાડા નીકળતા હોટલના સંચાલકો અને કર્મચારીઓ રૂમમાં દોડી ગયા હતા. રૂમનું દ્રશ્ય જોઇ તેઓ અવાક થઇ ગયા હતા. હોટલમાંથી ભાગવાની કોશીશ કરી રહેલા શિવકિરણને હોટલ સ્ટાફે પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે શિવકિરણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યુ કે પ્લાસ્ટીકની બોટલમાં રહેલું પેટ્રોલ તેણીના મોઢા ઉપર છાંટી દઇ દિવાસળી ચાંપી દીધી હતી. હેવાન શિક્ષકની ક્રૂરતાથી યુવતીએ ચીસાચીસ કરી બાથરૂમ તરફ દોડી હતી. મૃતક યુવતીની ઓળખ નહીં થાય તે ઇરાદે તેણીના ચહેરા ઉપર પેટ્રોલ છાંટી દેવાતા ચહેરો સંપૂર્ણ પણે બળી ગયો હતો. બદલાની આગમાં હેવાન બનેલા શિવકિરણે બાથરૂમમાં યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી.
 
ગરુડ પુરાણ વાંચીને કરી હત્યા
હત્યારાનું કહેવું છે કે તે હત્યા કરતાં પહેલા ગરુડ પુરાણ વાંચીને ગયો હતો. તેના કહેવા પ્રમાણે ગરૂડ પુરાણમાં લખ્યું છે કે, જો પ્રેમિકા દગો કરે તો તેને કુવામાં ઊંધી લટકાવીને મોતની સજા કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એકસાથે 16 જગ્યા પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા, 7 કરોડની રોકડ જપ્ત