rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surat Gas cylinder Blast- ઘરની અંદર સિલિન્ડર ફૂટ્યો. આ વિસ્ફોટ એટમ બોમ્બ જેટલો જોરદાર હતો...

Surat Gas cylinder Blast
, ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (15:04 IST)
સુરતમાં મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટના બની છે. પુણા વિસ્તારના વિક્રમનગરમાં સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સિલિન્ડરના વિસ્ફોટથી દિવાલ તૂટી પડી હતી.

આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર ટીમ અને પોલીસ કર્મી તત્કાલ ત્યાં પહોંચ્યા તેના પહોંચતાની સાથે જ જોરદાર ધડાકો થયો. 

બિલ્ડીંગમાં સિલિન્ડરમાં લિકેજ બાદ વિસ્ફોટ થયાની ઘટનામાં ફાયર બ્રિગેડ ટીમના બે જવાન ઈજાગ્રસ્ત થયા છે  સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આવ્યા હતા. બે જવાન વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ઈજાગ્રસ્ત થયા છે તેમાં વાસુદેવ પટેલને ગંભીર ઈજા થઈ છે. 




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીમાં 28 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ, દેશનિકાલ પ્રક્રિયા ચાલુ