Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં દિલદાર ડાયમંડ કંપનીના માલિકે કર્મચારીઓની પત્નીઓને ટુ વ્હિલર્સની ભેટ આપી

સુરતમાં દિલદાર ડાયમંડ કંપનીના માલિકે કર્મચારીઓની પત્નીઓને ટુ વ્હિલર્સની ભેટ આપી
, શુક્રવાર, 21 એપ્રિલ 2017 (11:39 IST)
સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક ડાયમંડ કંપની દ્વારા 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને ટુ વ્હિલર આપવામાં આવ્યા હતા.  125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવી હતી. સુરતની દીર્ઘ ડાયમંડ દ્વારા લોયલ્ટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપવાનું નક્કી કરાયું હતું. જેથી 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને એક્ટિવા ભેટમાં આપવામાં આવી હતી. ડાયમંડ કંપનીના માલિક લક્ષમણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ધ ડાયમંડ કંપની સુરતમાં 2010માં શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપની સુરત અને મુંબઈમાં ઓફિસ ધરાવે છે. જેમાં 500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તમામ કારીગરો દીર્ધ ડાયમંડ પરિવાર તરીકે ઓળખાય છે. જેથી તેમના સતત પ્રયાસથી સફળતાની સિડી ચઢનાર કંપનીએ 125 કર્મચારીઓના પરિવારની મહિલાને 125 મોપેડ ભેટમાં આપ્યા છે. વધુમાં જ્ણાવ્યું હતું કે, ઘણીવાર કર્મચારીઓના ઘરે ગાડીના અભાવે કામ છોડીને જવું પડે છે. એવામાં આજના સ્વનિર્ભર જમાનામાં મહિલાઓ પણ સ્વનિર્ભર બને તે હેતુથી રત્નકલાકારો તેમજ કેટલાંક કર્મચારીઓ ઓવરટાઇમ કરી સારું પ્રોડક્શનને લગતી કામગીરી કરતાં હોય છે. એવામાં ઓવરટાઇમ પૈકી નીકળતો પગાર તથા બોનસની રકમના 60 ટકા ભાગ કંપની ચૂકવી તેમના ઘરની મહિલાઓને કેન્દ્રમાં રાખી મોપેડ આપવાનું નક્કી કરાયું હતું. રત્નકલાકારો પોતાના 40 ટકા ભાગમાંથી ઇએમઆઇ ચૂકવી શકશે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેરિસમાં રાષ્ટ્રપતિ ચૂટણીથી એક દિવસ પહેલા ISISનો આતંકી હુમલો, 1 પોલીસ અધિકારીનુ મોત