Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં બસની ટક્કરે બે લોકોનો ભોગ લીધો, ધો.11ના વિદ્યાર્થીનું સિટી બસની મોતની ટક્કર

surat accident news
, શનિવાર, 13 જાન્યુઆરી 2024 (10:50 IST)
surat accident news
સુરત શહેરમાં બીઆરટીએસ અને સીટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ઘટના સામે આવી રહી છે.  આજે શહેરના પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ-વ્હિલર પર જતા ધોરણ 11ના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મૃત્યુ થયુ હતુ. જ્યારે બીજા બનાવમાં ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી ST બસે યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં સ્કૂટી પર આવેલા ત્રણ શખસોએ યુવકનો મોબાઈલ છિનવીને માર માર્યો હતો. યુવક ડરી જતા ભાગ્યો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બીઆરટીએસ રૂટમાં પૂરઝડપે આવતી ST બસ તેના પર ચડી ગઈ હતી અને મોતને ભેટ્યો હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉધના વિસ્તારમાં રહેતા ગૌરવ બારડોલિયા પાંડેસરા વેલકમ પાન પાસેથી પોતાના ટુ-વ્હિલર ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ સિટી બસના ચાલકે તેને અડફેટે લીધો હતો. બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોને ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.આ ઘટના બની હતી ત્યારે આસપાસના લોકોએ ડ્રાઇવરને જોઈ લેતા તેને આગળ જઈને પકડી પાડ્યો હતો. અકસ્માત થયો તે દરમિયાન ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. એવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

અન્ય બનાવની વાત કરીએ તો મૂળ ઓડીસાનો 23 વર્ષીય સાગર પ્રકાશ બહેરા લુમ્સના ખાતામાં બોબીન ભરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સાગર સાંજે નોકરી પરથી ઘરે સાયકલ પર એક મિત્ર સાથે આવી રહ્યો હતો. દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં તેમની સાયકલની આડે ત્રણ જેટલા યુવકો મોબાઈલ લઈને ધસી આવ્યા હતા અને તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો.સાગર અને તેનો મિત્ર ભાગવા લાગ્યા હતા. બીઆરટીએસ રૂટ ક્રોસ કરતા સમયે બીઆરટીએસ રૂટમાં પૂરઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેટે લઈ લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા સાગરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાવધાન - 3 દિવસ માટે અયોધ્યા જવા પર પ્રતિબંધ, પ્રશાસને આદેશ જારી કર્યો