Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

સુરત તંત્રની ઘોર બેદરકારી, ખુલ્લી ગટરમાં પડ્યો બે વર્ષનો માસૂમ, 18 કલાક પછી પણ તપાસ ચાલુ

surat news
સૂરત. , ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (12:54 IST)
surat news
 સૂરતમાં બુધવારે બે વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો. બાળકને બચાવવા માટે વહીવટી તંત્રએ તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ. 18 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે. પણ હજુ સુધી બાળકનો કોઈ પત્તો મળ્યો નથી.  
 
એવુ બતાવાય રહ્યુ છે કે બાળક પોતાની માતા સાથે બજાર ગયુ હતુ. ત્યારે તે રોડ પર ખુલ્લી ગટરમાં અચાનક પડી ગયો. આ ઘટના બુધવારે સાંજે બની. ત્યારબાદ બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ. છેલ્લા 18 કલાકથી બાળકને કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 
 
ડિપ્ટી ચીફ ફાયર ઓફિસર એસડી ધોબીએ ઘટનાની માહિતી આપતા જણાવ્યુ કે અમે બુધવારેસાંજે ફોન પર સૂચના મળી હતી કે એક બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો છે. જેની અગ્નિશમન ટીમ ઘટના સ્થળ પર પહોચી અને બાળકને બચાવવા માટે રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યુ. 
 
તેમણે કહ્યુ, અહી બે ડ્રેનેજ લાઈન છે. જેમાથી એક વરસાદ અને બીજી ડ્રેનેજ લાઈન છે. જે સ્થાન પર બાળક પડ્યુ તે લગભગ 700 મીટરથી વધુ દૂર આવેલ બધા મૈન  હોલ ખોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જવાનોની ટીમને ઉતારવામાં આવી હતી. પણ સર્ચ અભિયાન દરમિયાન બાળકની કોઈ ભાળ મળી નહી. બુધવારે સાંજે ચાલી રહેલ સર્ચ ઓપરેશન ગુરૂવારે સવારે પણ ચાલી રહ્યુ છે.  બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.  
 
ડિપ્ટી ચીફ ફાયર ઓફિસરના મુજબ ડ્રેનજની લાઈન કોઈ અન્ય લાઈન સાથે જોડાયેલી છે તેથી હવે પાણીના પ્રેશરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી બાળકને કાઢી શકાય. આ ઉપરાંત એક અન્ય લાઈન પર પણ ટીમને ગોઠવવામાં આવી છે. બાળકની વય લગભગ બે વર્ષની બતાવવામાં આવી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે બાળકનો પરિવાર સૂરતના અમરોલી છપરામાઠા સ્થિત સુમન સાધના આવાસમાં રહે છે. બે વર્ષીય બાળકનુ નામ કેદાર શરદ વેગાદ છે. બીજી બાજુ બુઘવારે પોતાની માતા સાથે શાક માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન તે અચાનક 120 રોડ પર ખુલ્લી ગટરમાં પડી ગયો હતો.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad Traffic Rule Violation - 2 દિવસમાં ટ્રાફિક પોલીસે વસૂલ્યો 48 લાખનો દંડ, 6600થી વધુ રસીદો બનાવી