Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

સુરતમાં પાસના અલ્પેશ અને ટ્રાફિક પીઆઈ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચક્યો

સુરતના વરાછા વિસ્તારમાં પાર્કિંગ બાબતે ટ્રાફિક પીઆઈ
, શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (15:05 IST)
સુરતના વરાછા વિસ્તારમાં પાર્કિંગ બાબતે ટ્રાફિક પીઆઈ અને પાસના નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પીઆઈ દ્વારા લાફો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને અલ્પેશ પાસના કાર્યકરો સહિત વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધવતા પોલીસે અલ્પેશની અટકાયત કરતા પાસના કાર્યકરોમાં રોષમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. વરાછા વિસ્તારમાં ટ્રાંફિક પોલીસે અલ્પેશ કથીરિયાની બાઇક ક્રેનમાં ચડાવતા હોબાળો કર્યો હતો. અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અલ્પેશને વરાછા પોલીસ લઈ જવામાં આવતા મોટી સંખ્યામાં પાસના કાર્યકરો દોડી આવ્યા હતા. અલ્પેશે ટ્રાફિક પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધના પગલે પોલીસે અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હતી પાસના નેતા અલ્પેશ કથીરિયાની અટકાયત કરવામાં આવી હોવાની જાણ થતા જ મોટી સંખ્યમાં કાર્યકરો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. અને અલ્પેશ કથીરિયાને છોડવાની માંગ સાથે તોડફોડ કરવામાં આવી હતી. જેથઈ પોલીસે પાસના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન ખાતે વિરોધ, અટકાયત બાદ તોડફોડને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વરાછા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. અને અલ્પેશ સહિત પાસના કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને અલ્પેશ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. જોકે, ત્યારબાદ પણ પોલીસ સ્ટેશનથી પાસના કાર્યકરો દૂર ન થતા પોલીસ ધરપકડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને ચૂપકે ચૂપકે આમંત્રણ મળ્યું. સાત પ્રતિનિધિમંડળ આવશે: કરારો પણ કરશે