Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રિષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા, જજે કહ્યું- દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ

grishma murder
, ગુરુવાર, 5 મે 2022 (11:47 IST)
સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી શકે છે. દરમિયાન ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે.ગત 22મીએ આખો દિવસ દલીલો ચાલી હતી, જેમાં સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપી ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. આરોપીએ હત્યા કરવા પહેલા રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'Jayeshbhai Jordar' 'જયેશભાઈ જોરદાર' તેની રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં આવી ગઈ છે .