Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ
, મંગળવાર, 1 મે 2018 (14:30 IST)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૫૮ માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવ થી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાત પાણીના દુકાળ ને ભૂતકાળ બનાવશે. જન જનને વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીના એક એક બુંદને પરમેશ્વર નો પ્રસાદ માની ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
webdunia

તેમણે આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક શ્રમદાન સમયદાનથી જોડાઈને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વિકાસ જ પાણીનો આધાર છે જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે. તેમણે જણાવ્યું કે ગુજરાત આ જળ અભિયાનથી દેશને નવો રસ્તો બતાડશે. વિજય ભાઈ રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટાપાયે વૃક્ષો વાવવા અને જળ અભિયાન દરમિયાન નદીઓના કાંઠાની સફાઈ કરી નદીઓ પુનર્જવિત કરવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ સમુદ્રના ખારા પાણીને ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવા લાયક મીઠા બનાવવાના રાજ્ય સરકારના આયોજન તેમજ પાણીના રી-યુઝ રી-સાયકલ અને રિડ્યુસના અભિગમ ની પણ ભૂમિકા આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં નરાધમ પિતાએ સાવકી દિકરીને પિંખી નાંખી ગર્ભવતી બનાવી