Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકનો આપઘાત

સુરતમાં PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકનો આપઘાત
, બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:09 IST)
પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતાં અને ઘણાને માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ અડાજણના તબીબ યુવકે ફાંસો ખાઈ લીધો હતો. અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરી હતી. જોકે સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થતાં તેમનું નામ ન હોવાથી તેઓ હતાશ થઈ ગયા હતા અને સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી. ડો. શ્રેયસની માતાએ જણાવ્યું હતું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હતું અને આવું પગલું ભરી લીધું. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિસનગરના કોરોનાગ્રસ્ત કિરિટભાઇને આરોગ્યમંત્રીનો ફોન આવ્યો..કેવી છે તબીયત ?....