ડોલ્ફિનના ગજબના કરતબો ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ડોલ્ફિનનના સમુહનો એક અદભૂત વીડિયો વાયરલ થયો છે. જેમાં ડોલ્ફિનનો સમુહ ડૂબકી મારતો જોવા મળે છે. આ વીડિયો પોરબંદરના દરિયાનો અને માછીમારે બોટમાંથી ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
ડોલ્ફિન ઉડી મારતાં જોવા માટે લોકોએ પૈસા ખર્ચ કરવા પડે છે અને ભરપૂર પ્રવાસ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ આ દ્રષ્યો માછીમારોને મફતમાં જોવા મળ્યું હતું. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમુહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે.ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે અંદાજીત બે મહિના પહેલાં સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું હતું. રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા.