Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના વાડજની ધોરણ-9ની વિદ્યાર્થિનીનું અપહરણ, 2 શખસે અવાવરું જગ્યાએ છેડતી કરી

અમદાવાદના વાડજની ધોરણ-9ની વિદ્યાર્થિનીનું અપહરણ, 2 શખસે અવાવરું જગ્યાએ છેડતી કરી
, શુક્રવાર, 4 માર્ચ 2022 (09:01 IST)
અમદાવાદ શહેર જાણે કે અસામાજીક તત્વો માટે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાડજમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ છેડતી કરતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જે પ્રકરણમાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

વાડજમાં છૂટક મજૂરી કરતી 37 વર્ષીય મહિલા પતિ અને 3 બાળકો સાથે રહે છે. જેમાં સૌથી નાની દીકરી વાડજની એક શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. બુધવારે સવારના સમયે તેમની 13 વર્ષની દીકરી શાળાએ ગઈ હતી અન બપોરે શાળાએથી પરત ફરી રહી હતી. સાંજનાં સમયે સગીર દીકરીએ સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા હોય જેમાં તેણે ભાગ લીધો હોવાનું જણાવી શાળાએ જવાનું કહ્યું હતું. જેથી સગીરાના પિતા સાંજના સમયે તેને સ્કૂલમાં મુકવા ગયા હતા જે બાદ તેઓ મજૂરી કામે જતા રહ્યા હતા. સાંજના સમયે ફરિયાદી મહિલા ઘરે આવતા દીકરી ન હોવાથી આસપાસમાં તપાસ કરી હતી, જોકે સગીરા મળી આવી ન હતી. જે બાદ મહિલાના પતિએ ફોન કરી સગીરા ઘરે આવી છે કે નહિં તે પુછતા સગીરા ઘરે ન આવી હોવાનું ધ્યાને આવતા પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી.રાતના સાડા દસ વાગે સુધી સગીરા મળી આવી ન હતી, તેવામાં રાત્રે ઘરની બહાર સગીરાનો પિતરાઈ ભાઈ બેઠો હતો, જેણે સગીરા આવી ગઈ છે અને પડી ગઈ છે તેવી બૂમાબૂમ કરી હતી. જેથી પરિવારજનોએ સગીરાને ઘરમાં લાવી હતી, જોકે સગીરા ગભરાઈ ગયેલી જોવા મળતા આટલો સમય ક્યા હતી, તે અંગે માતાએ પુછપરછ કરી હતી. સગીરાએ માતાને અને પરિવારજનોને જણાવ્યું હતું કે, શાળાથી તે પરત ફરી રહી હતી ત્યારે જોગણી માંની ચાલીમાં રહેતો અશોક અને તેની સાથેના એક યુવકે બળજબરીથી પકડી બાઈક પર બેસાડી હતી, જેથી સગીરાએ બૂમાબૂમ કરવાની કોશીશ કરતા મોઢું દબાવી દીધુ હતું.બંને યુવકો સગીરાને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા, જ્યા આરોપી અશોકે સગીરાના મોં પર ચુંબન કરવાનું શરૂ કર્યું હતું, જોકે સગીરાએ ઘરે જવું છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રીક્ષામાં બેસાડી રીક્ષાચાલકને સગીરાને પલક ચાર રસ્તા પર ઉતારી દેવાનું જણાવ્યું હતું. જે બાદ રીક્ષાચાલક સગીરાને પલક ચાર રસ્તા પર ઉતારી જતા સગીરા ચાલતી ચાલતી ઘરે પહોંચી હતી. જોકે સગીરા ગભરાઈ ગઈ હોવાથી 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પરિવાજનો લઈ ગયા હતા, જ્યા સગીરાના શરીરે શારિરીક કોઈ ઈજાના નિશાનો જણાયા ન હતા. તેવામાં આ મામલે વાડજ પોલીસ મથકમાં અશોક અને તેની સાથેના યુવક સામે પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે અશોક ડાભાની અને અમિત પરમારની ધરપકડ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એક્સપર્ટ સવારે 10થી સાંજે 6:30 માર્ગદર્શન આપશે