Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આકાશમાંથી પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો અગન ગોળો, લોકોમાં કુતૂહલ સાથે ગભરાટ

આકાશમાંથી પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો અગન ગોળો, લોકોમાં કુતૂહલ સાથે ગભરાટ
, શનિવાર, 2 એપ્રિલ 2022 (22:06 IST)
ગુજરાત રાજ્યના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે.

 
આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના યુવકે બે લગ્ન કર્યા, લાખોનું દેવું થઈ જતાં બીજી પત્નીને કહી દીધું જે પૈસા આપશે તેની સાથે રહીશ