Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sologamy - હુ છુ મિસિસ માયસેલ્ફ

Sologamy - હુ છુ મિસિસ માયસેલ્ફ

ડો. સત્યકાંત ત્રિવેદી

, શનિવાર, 4 જૂન 2022 (22:19 IST)
ગુજરાતની ક્ષમા બિંદુને કારણે સોલોગૈમી શબ્દ હાલ ચર્ચામાં છે. ગૂગલ સર્ચ આ શબ્દથી ભરાયેલો છે.  લોકો વચ્ચે પ્રચલિત થઈ રહેલો આ શબ્દ વિશે લોકો પોત પોતાની સમજશક્તિ મુજબ પોતાના નિવેદના આપી રહ્યા છે. કોઈ છોકરીને ખોટી, મેન્ટલ, સાહસી, બોલ્ડ, અટેશન સીકર કહી રહ્યૂ છે. વ્યક્તિગતરૂપથી બિંદુજી વિશે કોઈપણ ટિપ્પણી કરવી યોગ્ય નહી કહેવાય.  જો  કે સોલોગૈમીના મનોવિજ્ઞાન પર હુ એ કહી શકુ છુ કે આ ઘટના ખૂબ જ સામાન્ય ઘટનાથી લઈને મનના ઘા થી ભરાયેલી હોઈ શકે છે.  ઈતિહાસના હિસાબથી આ નવી ઘટના નથી. 
 
તેના અનેક કારણ જોવા મળ્યા છે. ઘણીવાર મહિલાઓને લાગે છે કે તે ખુદની સાથે વધુ સારી રીતે રહી શકે છે. તેમનુ અન્ય કોઈની સાથે રહેવુ મુશ્કેલ રહેશે.  સોલોગૈમી અપનાવીને યુવતીઓ ખુદ સાથે અને જીવન સાથે જોડાણ અનુભવે છે અને ખુદને માફ કરી શકવુ વધુ સહેલુ હોય છે.  આત્માના ઘા મા મલમ ખુદને સ્વીકાર કરીને જ લગાવી શકાય છે. અનેકવાર સંબંધોમાં વારેઘડીએ સમસ્યાઓ આવવી સોલોગૈમી તરફ વાળી શકે છે. 
 
બાળપણના કડવા અનુભવ, અત્યાધિક પ્રશંસા, ગુણવત્તા હીન પેરેટિંગને કારણે અનેકવાર ખુદના પ્રત્યે પ્રેમ એટલો વધુ હોય છે જેને આપણે નારસિસસિસ્ટિક પર્સનાલિટી સ્વભાવ કહે છે તેની ઉપસ્થિતિમાં પણ લોકો સોલોગૈમી તરફ વળી શકે છે. 
 
એક વાત તો નક્કી છે કે કોવિડ પછી લોકોનુ જીવન પ્રત્યેનો નજરિયો બદલાય ગયો છે. પોસ્ટ કોવિડ સોલોગેમીના અનેક મામલા જોવા મળી રહ્યા છે.  સોલોગૈમીનો અભ્યાસ છેલ્લા બે દસકાઓથી જોવા મળી રહ્યો છે  જો કે ઉભરતી ભાવના, સંબંધોને કારણે આ દસકામાં સોલોગૈમી એક ન્યૂ નોર્મલ જેવુ બની શકે છે. પણ જરૂર છે કે સમાજ એક થઈને સ્નેહનો પ્રવાહ કરે જેથી સેલ્ફ ડિવોર્સ થાય જ નહી. ખુદને પ્રેમ કરનારો વ્યક્તિ પણ બીજા સાથે બંધાય શકે છે. 
 
વ્યક્તિએ પોતાના વિવેકથી પોતાને માટે જે પણ નિર્ણય લઈ રહ્યો હોય જેનાથી સમાજ અને તેની આસપાસ અને ખુદ એ વ્યક્તિને કોઈ નુકશાન નથી પહોંચી રહ્યુ તો આપણે એ નિર્ણય વિશે ધારણાઓ બનાવવાથી બચવુ જોઈએ. બની શકે કે થોડા દિવસોમાં સોલોગૈમી એક લિંગ વિશેષ સુધી સીમિત ન રહે અને આપણી મુલાકાત 'Mr. Myself'  સાથે થાય. 

(લેખક જાણીતા મનોચિકિત્સક અને સમાજમાં પોતાના નવાચારો, વિચારો માટે જાણીતા છે) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગે પતિના ત્રાસથી કંટાળી 181 મહિલા અભિયમ ટીમની મદદ માગી