પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોને સ્માર્ટ મોબાઈલ ફોન અને વહાલી દીકરી યોજના ના લાભાર્થી પ્રમાણપત્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની આજે ગાંધીનગર ની મુલાકાતે આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે તમે બધાએ આજે મધરની દીકરીને મહેમાન કહીને પરાઇ કરી દીધી કેમ કહેતા હોલમાં તાળીઓનો ગડગડાટ શરૂ થયો હતો આ તબક્કે તેમણે સાંસદ તરીકે જીત અંગે જણાવ્યું હતું કે અમેઠી થી જીતી એટલે પારકી નથી થઇ ગઇ ? તેમ કહેતા તેમના આ નિવેદનને કાર્યકર બહેનોએ વધાવ્યો હતો આ તબક્કે "થેંક્યું આંગણવાડી દીદી.." ની શોર્ટ ફિલ્મ આંગણવાડી ની બહેનો ને બતાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અત્રે નોંધનીય છે કે 45 કરોડ ના ખર્ચે આંગણવાડી ની બહેનો ને સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા તો બીજી તરફ પોષણ માસ ન શુભારંભ કરવામાં આવ્યો હતો જે કરવામાં અવ્યું 1 મહિનો ઉજવાશે આગામી 1 સપ્ટે.થી 30 સપ્ટે.ઉજવાશે પોષણ માસ ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.મીડિયા સમક્ષ પ્રતિભાવ વ્યક્ત કરતાં સ્મૃતિ ઇરાનીને જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ભારતનું સપનું સાકાર કરવા માટે તમામનું યોગદાન જરૂર છે અને આ માટે પ્રત્યેક સમાજનો સહયોગ જરૂરી હોવાના કારણે કુપોષણ મુક્ત ભારત ચોક્કસ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .