Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી મીડિયાને આપનારા પ્રધાનમંત્રી પર રાષ્ટ્રદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જોઈએ" : શંકરસિંહ વાઘેલા

સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી મીડિયાને આપનારા પ્રધાનમંત્રી પર રાષ્ટ્રદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જોઈએ
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (21:13 IST)
આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ અર્ણબ ગોસ્વામીના લીક થયેલા WhatsApp મેસેજ પર પ્રેસ વાર્તા યોજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે અર્ણબના મેસેજ ને આધારે પ્રધાનમંત્રી પર ઘણા ગંભીર સવાલો કર્યા હતા.
 
પુલવામા હુમલા પર અર્ણબ જે રીતે ખુશી મનાવતાTRP ની જીત બતાવે છે તેના પર શંકરસિંહ વાઘેલા એ સખ્ત શબ્દોમાં આલોચના કરતા એને સૈનિકોનું અપમાન ગણાવ્યું છે. પુલવામા અને બાલાકોટ મામલે જેમ અર્ણબ પ્રધાનમંત્રી મોદીનાપ્રચારનાઆદેશનું પાલન કરે છે અને આ ચૂંટણી સ્ટંટ છે એવી વાતો થાય છે તે સાબિત કરે છે કે ભાજપે ષડયંત્ર કરીને આપણા 40 સૈનિકો ને 300 કિલો RDX થી શહીદ કરી નાખ્યા. 
 
બાલાકોટ મામલે પણ એર સ્ટ્રાઇકનાં થોડા દિવસ પહેલા જ સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી આપી દેવામાં આવે છે તેના પર શંકરસિંહ બાપુ એ ચિંતા વ્યક્ત કરતા આ મામલે પ્રધાનમંત્રી અને અર્ણબ પર ઑફિશિયલસિક્રેટએકટ અને દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પ્રધાનમંત્રી ને કહ્યું છે કે જો તેમનામાં જરા પણ શરમ બચી હોઈ તો 26 જાન્યુઆરી એ દેશની જનતાની માફી માંગી પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
 
ભાજપની આતંકી હુમલાઓ વાળી રાજનીતિ શંકરસિંહ બાપુ એ હંમેશા સૌથી પહેલા ખુલ્લી પાડી છે. તે પછી ગોધરા હોઈ, અક્ષરધામ હોઈ, પુલવામા હોઈ કે બાલાકોટ શંકરસિંહ બાપુ જાણે છે ભાજપ સત્તા માટે કેવા કેવા કાંડ કરે છે. આજે દેશ પણ ધીરે ધીરેભાજપની આ હલકી રાજનીતિ ઓળખવા લાગી છે.
 
શંકરસિંહ બાપુ એ મહારાષ્ટ્ર સરકારને પણ અપીલ કરી છે કે તેઓ અર્ણબ અને પાર્થોદાસગુપ્તા નો નાર્કોટેસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને ગોદી મીડિયા ની સચ્ચાઈ દેશ ને દેખાડવી જોઈએ. આશંકરસિંહ બાપુ એ મીડિયા નો અમુક હિસ્સો જે ગોદી મીડિયા બનીને બેઠો છે તેમની મજબૂરી ગણાવતા કહ્યું હતું કે તેઓ કોમર્શિયલી વિચારવા વાળા લોકો છે માટે ખુદનેવેચી દીધા છે. અદાણી કે અંબાણી જેવા ઉધોગપતિઓ પણપોતાના લાભ માટે સરકારને મદદ કરે છે. ખરેખર આમાં વેચાવા વાળા કરતા વેચવા વાળા વધુ જિમ્મેદાર છે. ભાજપ અને સરકારને એક જ વ્યક્તિ ચલાવે છે એટલે જિમ્મેદાર પણ એ વ્યક્તિ જ છે.
 
સ્વ. અરુણ જેટલી વિશે અર્ણબ એ એના મેસેજમાં ઘણા ખુલાસા કર્યા છે જેમાં અર્ણબ19 ઓગસ્ટ એ જેટલી જી નાં સ્વાસ્થ્ય વિશે અશોભનીય ટિપ્પણી કરે છે જેના વિરોધમાં ભાજપ કે સંઘના લોકો હજુસુધીમાં એક શબ્દ પણ બોલ્યા નથી. આ મુદ્દે શંકરસિંહ બાપુ એ ભાજપને સવાલ કર્યો છે કે કેમ ભાજપ તેમના જ નેતાના અપમાન પર ચૂપ છે? વધુ એક મોટો ખુલાસો એ પણ છે કે આ મેસેજમાં જ્યારે પાર્થોઅર્ણબ ને પૂછે છે કે "શું જેટલી મરી ગયા?" ત્યારે અર્ણબ કહે છે "સાંજ સુધીમાં જાહેર કરી શકે છે?" પરંતુ જેટલી જી નું નિધન 24 ઓગસ્ટ એ સરકારે જાહેર કર્યું. જેટલી જી નાં મૃત્યુ પર અર્ણબ એમ પણ કહે છે કે "PMO ને ખબર નથી શું કરવું અને પ્રધાનમંત્રી બુધવારે ફ્રાંસ જઈ રહ્યા છે. મારી પણ મીટીંગો કેન્સલ થઈ ગઈ છે" આ બધી વાતો સવાલ ઊભા કરે છે કે શું જેટલી જી ની મૃત્યુ 24 ઓગસ્ટ પહેલા જ થઈ ગયું હતું? જેમ વાજપેયીના નિધનના સમાચારો 14 ઓગસ્ટ એ વહેતા થયા હતા પરંતુ સરકારે જાહેર કર્યું 16 ઓગસ્ટ એ.
 
શંકરસિંહ વાઘેલા એ અર્ણબ નાં ઘણા મેસેજો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બધા મંત્રીઓ એની સાથે છે, પાર્થોદાસગુપ્તા કહે છે જજ ખરીદી લો, અર્ણબપાર્થો માટે PMO માં મીડિયાસલાહકારના પદ માટે લોબિંગ કરે છે, પાર્થોનાંવ્યવસાયિક કામ માટે અર્ણબ પ્રધાનમંત્રી ને મળે છે, મંત્રીઓ માટે લોબિંગ થાય છે, અર્ણબની કંપની વિરુદ્ધનાભ્રષ્ટાચારના કેસ મંત્રી સાઈડમાં કરી દે છે. આ બધું બતાવે છે કે ભાજપે સરકારી અને ન્યાય વ્યવસ્થા ને ઉપરથી લઈને નીચે સુધી સડો પેદા કર્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ગુજરાત સરકારે કેમ લીધો પોલીસના RR સેલને બંધ કરવાનો નિર્ણય