Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

ગુજરાતમાં આ વિસ્તારમાં આઠ દિવસ સુધી સ્વયંભૂ લૉકડાઉન

Covid 19
, સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (12:42 IST)
ગુજરાતમાં કોરોનાનો કહેર હદ વટાવી રહ્યો છે, રોજ એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ખાસ કરીને શહેરમાંથી હવે ગ્રામ્ય વિસ્તારો અને નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી બાજુ અનલોકની પ્રક્રિયા દરમિયાન લોકો પણ બેજવાબદારી ભર્યું વલણ અપનાવી રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાંમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. રાજકોટમાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2020 Celebration - કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવને લઈને ગુજરાતમાં તૈયારોઈઓ શરૂ.. જુઓ તસ્વીરો