કોરોના વાયરસના દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના લીધે લોકોના રોજગાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. લોકડાઉનના કારણે લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં હજુ પણ સ્કૂલ, કોલેજો અને શિક્ષણકાર્ય બંધ છે. ત્યારે રાજ્યની કેટલીક સ્કૂલો દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી.
ત્યારે વાલીઓ દ્વારા રાજ્યભરમાં ઠેર-ઠેર આંદોલન કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સ્કૂલોને ફીની ઉઘરાણી ન કરવા માટે સ્કૂલોને ચેતાવણી આપવામાં આવી છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ વાપી, ઉદ્યોગનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિકા અંગ્રેજી માધ્યમની ઉપાસના લાયન્સ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલે લોકડાઉનમાં થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા ફી માફ કરવાનો જાહેરાત કરી છે. આ સ્કૂલ 1987થી ચાલે છે. તેથી સ્કૂલમાં અભ્યાસ કરનાર 2216 વિદ્યાર્થીઓને ફાયદો થશે. સ્કૂલે 6 મહિનાની ટર્મ અને 3 મહિનાની એક્ટિવિટી ફી ન લેવાનો નિર્ણય કર્યો છે.
સ્કૂલ મેનેજમેન્ટના નિર્ણયથી દરેક વિદ્યાર્થીને 1500 રૂપિયાની રાહત મળશે. નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને લાભ મળશે નહી. ટ્રસ્ટી મંડળે જણાવ્યું કે કોરોનાકાળમાં વાલીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. માર્ચ 2020 સુધી જે વિદ્યાર્થીની ક્વાર્ટર ફી બાકી છે. 15 જુલાઇ સુધી જમા કરે છે તો પણ તેનો લાભ આપવામાં આવશે.