Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ATS અને NIA દ્વારા ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન

gujarat ats
, સોમવાર, 1 ઑગસ્ટ 2022 (13:19 IST)
ગુજરાત ATS અને NIA દ્વારા ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન કરાયું છે. જેમાં દેશ વિરોધી તત્વોનો ડામવા તેમજ આંતકનો પર્દાફાશ કરવા માટે આજે આ કાર્યાવાહી કરાઇ રહી છે. અમદાવાદમાં પણ સંગઠિત આતંકવાદી મોડ્યુલને ડામવા માટે બે વ્યકિતની ધરપકડ કરાઇ છે, સાથે જ સુરતમાંથી એક, ગુજરાત ATS અને NIA દ્વારા શાહપુરમાં તપાસ કરવામાં આવી છે. જેમાં ISISના મોડ્યુલ એક્ટિવ થયા હોવાના ઇનપુટના પગલે વિસ્તૃત તપાસ કરાઇ છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​6 રાજ્યોમાં 13 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા ISIS સંબંધિત શંકાસ્પદ ગતિવિધિઓને લઈને ચાલી રહ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. એજન્સી મધ્યપ્રદેશના ભોપાલ-રાયસેન, ગુજરાતના ભરૂચ-સુરત-નવસારી-અમદાવાદ, બિહારના અરરિયા, કર્ણાટકના ભટકલ-ટુંકુર, મહારાષ્ટ્રના કોલ્હાપુર-નાંદેડ અને ઉત્તર પ્રદેશના દેવબંદમાં દરોડા પાડી રહી છે.
આ તમામ જગ્યાઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે સંકળાયેલા લોકોની છે.ગુજરાત

એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ જણાવ્યું કે ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી જાહેર કરવા માટે વધુ કંઈ નથી. આ ઉપરાંત, તપાસ એજન્સી ફુલવારી શરીફ કેસમાં ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે તેના જોડાણના સંબંધમાં ગુરુવારથી નાલંદા જિલ્લા સહિત બિહારમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.ગુજરાત ATS અને NIA દ્વારા ગુજરાતના સુરત, ભરુચ, નવસારી ,અમદાવાદ સહિત દેશભરમાં 13 જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંગઠિત આંતકવાદી કનેક્શનની તપાસ માટે એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યી છે.અત્યાર સુધીમાં સુરતમાં એક યુ.પીમાં એક વ્યક્તિની ટ્રાન્સલેટર તરીકેની ભૂમિકા સામે આવી છે. આ સાથ જ એજન્સીઓએ શકમંદોની તપાસ કરવાનું શરુ કરી દીધું છે.જેમાં અમદાવાદમાંથી ઇમદાદઉલ્લા અને અબ્દુલ સત્તાર શેખનામના બે શકમંદને એજન્સી દ્વારા ડિટેઇન કરાયા છે. જેમના પાસથી સંગઠિત આંતકી સંગઠન અંગેના ગુજરાત કનેક્શન બાબતે વધુ પૂછપરછ હાથ ઘરાઇ છે. જેમાં ઓપરેશના ભાગરુપ NIA અને ATS દ્વારા નંદન સોસાયટી ગેટ નંબર 2 શાહપુરમાંથી આ બે વ્યકિતને પકડી પડાયા હતાં. આ સાથે જ આંતકી નેટવર્ક માટે આજે રાજ્યમાંથી કુલ 5 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરેલીમાં માનવભક્ષી સિંહ, દીપડાએ 25 દિવસમાં 4 લોકોને ફાડી ખાઇ હાહાકાર મચાવ્યો