વિજાપુર તાલુકાનું સયાજીનગર ગામ તેની સ્વચ્છતાની સાથે આખું ગામ એક જ રંગમાં એટલે કે કેસરિયા રંગમાં જોવા મળી રહ્યું છે. ગામના પ્રવેશદ્વારથી લઈ ગામના દરેક રસ્તામાં આવતાં મકાનોની દીવાલો કેસરિયા રંગે રંગાયેલી છે અને આ દીવાલો ઉપર ચિત્રણ કરેલા રામાયણના વિવિધ પાત્રો જોનારની આંખો ઠારી રહ્યા છે.
સરપંચ દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગામમાં 1002 જેટલી વસ્તી છે. છેલ્લા દોઢ વર્ષમાં અંદાજે 2 કરોડના ખર્ચે ગામમાં પેવરબ્લોક, રોડ-રસ્તા, ગટરલાઇન સહિતના વિકાસકામો કરાયાં છે. સ્વચ્છતા અને વિકાસ કામોને અનુલક્ષી દિલ્હીથી ભારત સરકારના સચિવ 5મી સપ્ટેમ્બરના રોજ ગામની મુલાકાત લેવાના છે.તે પહેલાં રાજ્યના સચિવ તેમજ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના અધિકારીઓએ સરપંચ તેમજ સદસ્યો સાથે બેઠક કરી હતી.
મધ્યપ્રદેશના કારીગરોને રામાયણનાં ચિત્રો કંડારતાં બે મહિના લાગ્યા, રૂ.8.61 લાખનો ખર્ચ થયો હતો.ગામના સરપંચ દ્વારા ગામને કેસરિયા રંગે થી રંગવા માટે અને રામચરિત્ર માનસના હેન્ડ પેન્ટિંગ રંગવા માટે પેન્ટરો મધ્યપ્રદેશથી સ્પેશિયલ બોલાવવામાં આવ્યા હતા. જેમના દ્વારા બે મહિના કરતાં વધુ સમય આ ચિત્રો બનાવવામાં લાગ્યો હતો અને આઠ લાખ કરતા વધુ ખર્ચ થયો હતો. હાલમાં આ તમામ ખર્ચ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જો આગામી દિવસોમાં કોઈ દાતા મળશે તો તેમનો પણ સહયોગ લેવામાં આવશે.ગામના સરપંચ નું કહેવું છે કે તેઓ જ્યારે અયોધ્યા ગયા હતા ત્યારે તેમણે આ પ્રેરણા મળી હતી અને આ ચિત્રો બાદ ગામમાં ખૂબ જ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ આ ચિત્રો થી પ્રેરણા લઈ રહ્યા છે અને આ ચિત્રો માટે મધ્યપ્રદેશ થી ખાસ પેન્ટરો બોલાવવા માં આવ્યા હતા અને આ ચિત્રો તૈયાર થવામાં 2 મહિના જેટલો સમય લાગ્યો હોવાનું જણાવ્યું હતું એ આ ચિત્રો બનાવવાનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને ભગવાન રામના રામ રાજ્ય અને તેમના જીવન કાળમાં ઘટેલી ઘટનાઓથી માહિતગાર કરવાનો જેથી યુવા વર્ગ હિન્દૂ સંસ્ક્રુતિ વિશે જાણી શકે.