Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભામાશાની જાહેરાતઃ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે તો 11 લાખ રૂપિયા સુધીનું ઘર અથવા 5 લાખની નવી કાર આપશે

ભામાશાની જાહેરાતઃ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે તો 11 લાખ રૂપિયા સુધીનું ઘર અથવા 5 લાખની નવી કાર આપશે
, બુધવાર, 4 ઑગસ્ટ 2021 (09:18 IST)
ઘર ન હોય તે ખેલાડીને 11 લાખ રૂપિયા સુધીનું ઘર આપશે
ઘર હોય તે ખેલાડીને 5 લાખ રૂપિયા સુધીના કાર આપશે
 
ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જતા ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. 41 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશની 16 દીકરીઓએ આ અસંભવ લાગતી સફળતા શક્ય બનાવી છે. જેને બિરદાવવા માટે ગુજરાતના સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ મહિલા હોકી ટીમની ખેલાડીઓને 11 લાખ રૂપિયા સુધીનું ઘર અથવા નવી કાર આપલાની જાહેરાત કરી છે. 
 
સોશિયલ મીડિયા પોસ્ટ કરી જાહેરાત કરી
હરિકૃષ્ણ ડાયમંડના સ્થાપક સવજીભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જાહેરાત કરી છે. જેમાં લખ્યું છે કે, મને આ જાહેરાત કરવા આનંદ થાય છે કે, જો મહિલા હોકી ટીમ ફાઈનલ જીતે તો હરિકૃષણ ગ્રુપ ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપશે, જેમને સહાયતાની જરૂર છે. આપણી છોકરીઓ દરેક પગલે ઈતિહાસ બનાવી રહી છે. આપણે પહેલીવાર આસ્ટ્રેલીયાને હરાવી ઓલિમ્પિકના ફાઈનલમાં પહોંચ્યા છીએ. 130 કરોડ ભારતીય મહિલા હોકી ટીમની પડખે ઊભું છે, આપણા ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે આ અમારો એક નાનો પ્રયાસ છે. જેથી તે રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવી શકે.
 
સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યું છે
સુરતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે કે ઓલિમ્પિકની અંદર મહિલા હોકી ટીમ જો જીતે તો તેમને પોતાના તરફથી ગિફ્ટ આપવામાં આવશે. મહિલા હોકી ટીમના સદસ્યોને રૂ. 11 લાખ સુધીનું ઘર આપવામાં આવશે. જેમની પાસે ઘર છે તેમને રૂપિયા 5 લાખ સુધીની કાર ભેટ આપવામાં આવશે. મહિલા હોકી ટીમનું પ્રદર્શન જોઈને સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યું છે.
 
સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા આગળ આવ્યા
મહિલા હોકી ટીમના ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને ભારતીય મહિલા ટીમે જબરજસ્ત પ્રદર્શન કરીને કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. વર્ષો બાદ ટીમના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હોકી ક્ષેત્રની અંદર મહિલાઓએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેને દરેક લોકો પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા પણ આગળ આવ્યા છે. દેશભરની અંદર આનંદનો માહોલ સર્જાયો છે.
 
દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આવશેઃ સવજી ધોળકિયા
સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, મહિલા હોકી ટીમના ખેલાડીઓએ જે રીતે આકરી મહેનત કરીને સફળતા મેળવી છે તેનાથી સમગ્ર દેશ ખૂબ જ ખુશ છે. આ એવી સ્થિતિ પણ છે કે તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. હરિકૃષ્ણ ડાયમંડ તરફથી અમે તમામ ખેલાડીઓને રૂ. 11 લાખ સુધીનું ઘર ભેટ આપવાના છીએ. જે ખેલાડીઓ પાસે ઘર હશે તેમને રૂ. 5 લાખ સુધીની કાર ભેટમાં આપીશું. અમારા તરફથી આ તમામ ખેલાડીઓને દેશ પ્રતિ જે લગનથી તેઓ ઓલિમ્પિકમાં રમ્યા છે ત્યારે એવો મેસેજ આપવા માંગે છે કે આખો દેશ 130 કરોડની જનતા તેમની પડખે ઉભી છે. મને આશા છે કે તેઓ હજી પણ દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો, લોકોએ છેલ્લા 7 મહિનામાં ઓનલાઈન ફ્રોડમાં 3 કરોડ ગુમાવ્યા