Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાવરકુંડલામાં ઈંગોરિયા યુદ્ધ, 70 વર્ષથી ઉજવાતી અનોખી પરંપરા

સાવરકુંડલામાં  ઈંગોરિયા યુદ્ધ, 70 વર્ષથી ઉજવાતી અનોખી પરંપરા
, શુક્રવાર, 5 નવેમ્બર 2021 (16:29 IST)
દેશ અને રાજયમાં દિવાળીની રાત્રે લોકો ફટાકડા ફોડી અને દિવડાઓ કરી દિવાળીની ઉજવણી કરે છે. જોકે, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં દિવાળીની ઉજવણી 70 વર્ષથી અનોખી રીતે કરવામાં આવે છે. જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 70 વર્ષથી યુવાનો દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ કરે છે.સાવરકુંડમાં વર્ષોથી નાવલી નદી છે. અહીં નદી કાંઠે વર્ષો પહેલા પાણી વહેતું હતું અને બંને સાઈડમાં યુવાનો સામ સામે સળગતા ઈંગોરિયા ફેંકી અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળે છે. ત્યારે આ પરંપરા આજે પણ જીવંત રહી છે. દિવાળીની રાત્રે યુવાનોએ નદી કાંઠે સળગતા ઈંગોરિયા એકબીજા પર ફેંકીને દિવાળીની ઉજવણી કરી હતી. ગયા વર્ષે કોરોના કાળના કારણે આ યુદ્ધ બંધ રાખવામાં આવ્યું હતું.
 
સાવરકુંડલામાં લગભગ 100 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાનું યુદ્ધ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઇ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે. કે, જાણે ગુલાબનું ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવી છે. લગબગ આ ચોથી પેઢી આ નામના ફટાકડા ફોડે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાય છે. આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઇ, કોલકાતા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે.
 
ઉલ્લેખનીય છે કે પહેલા ઈંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઇ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવજાત બાળકીનો કર્યો ત્યાગ, લક્ષ્મીપૂજા ના દિવસે જ સાક્ષાત લક્ષ્મીનો ત્યાગ