અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આર્થિક સંકડામણથી આપઘાત કરી લીધો હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો.આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનો સુસાઇડ નોટમા ઉલ્લેખ હોવાની માહિતી મળી રહી છે.
કેસૂર ભેડા હાલ અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય હતાં. કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ ફેલાયો છે. લીલીયા પંથકમા આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ લેવાતું હતું.લીલીયા પંથકમાં કેસુર ભેડાના આપઘાતથી શોકનો માહોલ પેદા થયો છે. કેસૂર ભેડાએ સવારે 7 થી 8 વચ્ચે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ વ્યક્ત કરાઈ રહ્યું છે. હાલ આપઘાતને લઈને પોલીસે પહોંચી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.