જો તમે સાપુતારા જવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે તમે આગામી બે દિવસોમાં સાપુતારા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો રોકાઇ જાવ કારણ કે બે દિવસમાં સાપુતારા જતાં પહેલાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ડાંગ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ડાંગના પર્યટન સ્થળ સાપુતારાને એક નોટિફિકેશન જાહેર કરી 1 થી 3 નવેમ્બર સુધી પ્રતિબંધિત કરી દીધું છે. જિલ્લા કલેક્ટરે તમામ હોટલો અને ગેસ્ટ હાઉસસોને બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.
રિપોર્ટ અનુસાર રાજ્યમાં 8 સીટો માટે પેટાચૂંટણી માટે મતદાન 3 નવેમ્બરના રોજ થશે. મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલાં લોકોને કોઇપણ સીટ પર અવૈધ રૂપથી એકઠા થઇ શકશે નહી. સભાઓ પર પ્રતિબંધ રહેશે. નેતા સ્પીકર વગાડીને પ્રચાર કરી શકશે નહી. ડાંગમાં થનાર પેટાચૂંટણીના સંબંધમાં જિલ્લા અધિક કલેક્ટર ટી. કે. ડામોર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ નોટિફિકેશનમાં 1 થી 3 નવેમ્બર સુધી સાપુતારામાં પર્યટકો માટે પ્રતિબંધ લગાવ્યો છે. એટલા માટે સાપુતારાની હોટલોને પણ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ સાપુતારામાં 3 નવેમ્બર 2020ના રોજ સવારે 6 વાગ્યાથી 7 નવેમ્બર 2020ના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત્યારે ગેસ્ટ હાઉસ, હોટલ, ધર્મશાળા અને અન્ય પૂજા સ્થળો પર રાજકીય ઉદ્દેશ્યો માટે સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જિલ્લા અધિક કલેક્ટર ટી કે ડામોર દ્વારા જાહેર કરવામાં આવેલી ઘોષણાના લીધે રાજકીય પક્ષના લોકો હવે ડાંગ જિલ્લામાં મતદાન પૂર્ણ ન થાય તેના 48 કલાક પહેલાં જમા થઇ શકશે નહી અને સાર્વજનિક રેલીઓ પણ કરી શકશે નહી. સાથે જ રાજકીય કાર્યકર્તા અને પાર્ટી કાર્યકર્તા જે મતદાર નથી તેમને અઠવાડિયા પછી મતદાન ક્ષેત્ર છોડવાનું રહેશે.
પેટાચૂંટણીના મતદાનના કારણે ત્રણ નવેમ્બર સુધી સાપુતારામાં જિલ્લા કલેક્ટર દ્વારા પર્યટકો પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલા માટે જો તમે 3 નવેમ્બર સુધી સાપુતારા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો રોકાઇ જાવ નહી તો પરેશાની થશે.