Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદને મીની પાકિસ્તાન કહેતા સંજય રાઉત પર ભડકી ભાજપ અને કોંગ્રેસ, અલ્પેશ ઠાકોરે મોઢું કાળુ કરવાની આપી ધમકી

અમદાવાદને મીની પાકિસ્તાન કહેતા સંજય રાઉત પર ભડકી ભાજપ અને કોંગ્રેસ, અલ્પેશ ઠાકોરે મોઢું કાળુ કરવાની આપી ધમકી
અમદાવાદ: , સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (11:09 IST)
ગુજરાત ભાજપ અને કોંગ્રેસે શિવસેનાના સાંસદ સંજય રાઉતના અમદાવાદ મિની પાકિસ્તાનના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે. કરણી સેનાએ તેનું પુતળા દહન કર્યું હતું, તો ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાઉતનો ચહેરો કાળો કરવાની ધમકી આપી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં શંકાસ્પદ મોતને લઈને ચાલી રહેલા આક્ષેપ-પ્રતિ આક્ષેપની ગરમી ગુજરાત સુધી પહોંચી ગઈ છે.
 
કોંગ્રેસના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન માણસોની ભૂમિ છે, જ્યાં ઘણા શૂરવીર અને દાતાઓનો જન્મ થયો છે. રાઉતના નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવતાં દોશીએ કહ્યું હતું કે, ગુજરાત આવી વાચાઓ સહન કરશે નહીં.
 
પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાઉતનો ચહેરો કાળો કરવાની ધમકી આપી છે. અલ્પેશે કહ્યું કે, સંજય રાઉતે અમદાવાદને મિની-પાકિસ્તાનની સરખામણી કરીને ગુજરાતનું અપમાન કર્યું છે. ગુજરાત આવી વાચાઓને ક્યારેય સહન નહીં કરે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો વળતો પ્રહાર કરતા સંજય રાઉતને કહ્યું કે, તેઓના વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂર નથી. જો તેમનાથી ભૂલથી બોલાઈ ગયું હોય તો માફી માંગી લે. અન્યથા તેઓ જ્યારે પણ અમદાવાદ આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે. આ તેઓનું સભાનતાપૂર્વક કરેલું નિવેદન છે, માફી માંગવી જ પડશે...’
 
બીજી તરફ, ગુજરાત કરણી સેનાએ શિવસેનાના સાંસદ સંજય રાઉતનું પુતળું દહન કર્યું હતું અને કહ્યું હતું કે રાઉતે તેમના નિવેદન માટે માફી માંગવી પડશે. તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતનું અપમાન કર્યું છે. 
 
તો ભાજપ નેતા મહેશ કસવાલાએ કહ્યું કે, રાઉતે ગુજરાતની જનતાનું અપમાન કર્યુ છે. તેઓએ અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી ગંભીર અપમાન કર્યું છે. રાઉતે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ. શિવસેના નેતા સંજય રાઉતે અમદાવાદની સરખામણી મીની પાકિસ્તાન સાથે કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ૭૨ કલાકારો સળંગ ૧૨ કલાક કરશે "મા સરસ્વતી મહામંત્ર અખંડ જાપ"