Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાણીના ફાંફા પણ ઉજવણીના નહીં, કાંકરીયા કાર્નિવલ બાદ હવે રિવરફ્રન્ટ ઉપર સમર ફેસ્ટીવલ

પાણીના ફાંફા પણ ઉજવણીના નહીં, કાંકરીયા કાર્નિવલ બાદ હવે રિવરફ્રન્ટ ઉપર સમર ફેસ્ટીવલ
, મંગળવાર, 24 એપ્રિલ 2018 (12:55 IST)
અમદવાદીઓને કાળઝાળ ઉનાળામાં સમીસાંજે સાબરમતી નદીનાં કિનારે હવે દર વર્ષે ૧લી મેથી છ દિવસ માટે સમર ફેસ્ટીવલ માણવા મળશે. મેયર ગૌતમ શાહ સહિતનાં હોદ્દેદારોએ મ્યુનિ. દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી શરૂ થનારા સમર ફેસ્ટીવલની માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં શાળા-કોલેજોમાં ઉનાળાનુ વેકેશન શરૂ થયુ છે તેથી સમર ફેસ્ટીવલનુ આયોજન કરવાનુ નક્કી કરાયુ છે તેમજ લોકો સાંજનાં સુમારે રિવરફ્રન્ટ ઉપર ફરવા આવતાં હોય છે તેથી રિવરફ્રન્ટની પસંદગી કરવામાં આવી છે.
webdunia

મ્યુનિ.હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જેમ શિયાળામાં કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે ઉનાળામાં રિવરફ્રન્ટ ખાતે સમર ફેસ્ટીવલ ઉજવવામાં આવશે. જેનો હેતુ શહેરીજનોને ઘરે બેઠા મનોરંજન, ખરીદી સહિતની સુવિધા પૂરી પાડવાનો છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા સમર ફેસ્ટીવલ દરમિયાન રાજયનાં અલગ અલગ જિલ્લાઓમાં થતી કેરીનો મેંગો ફેસ્ટીવલ પણ યોજાશે, જેમાં શહેરીજનોને વાજબી ભાવે કેમિકલ વગરની કેરીઓ મળશે. તદઉપરાંત ઇન્ડેક્ષટ-સી દ્વારા હેન્ડીક્રાફટ તથા હેન્ડલુમ બજારનુ આયોજન કરવામાં આવનાર છે.
સમર ફેસ્ટીવલ દરમિયાન રિવરફ્રન્ટ ખાતેનાં બ્રિજ એલઇડી લાઇટસથી ઝળહળતા કરવામાં આવશે તેમજ યુવા વર્ગ માટે આઇ અમદાવાદનો ફોટો કોર્નર અને સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવશે તેવી માહિતી મ્યુનિ.કમિશનર મુકેશકુમારે આપી હતી. મેયર ગૌતમ શાહે વધુ માહિતી આપતાં કહ્યું કે, ૨૫મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી મ્યુનિ.નાં ૭૦૦ કરોડનાં વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરશે. જોકે સમર ફેસ્ટીવલનુ ઉદ્ઘાટન કોણ કરશે તે હજુ નક્કી થયુ નથી.

webdunia

જોકે આ સમર ફેસ્ટીવલ પાછળ કેટલો ખર્ચ થશે તેની કોઇ વિગતો કે અંદાજ મ્યુનિ. સત્તાધીશો આપી શક્યા નહોતા અને ભાડાની આવક તથા સ્પોન્સરો મળી ગયાંનો દાવો કર્યો હતો. પરંતુ બીજી બાજુ મ્યુનિ.સ્ટે.કમિટીમાં સમર ફેસ્ટીવલ માટે જે કોઇ કામગીરી કે કોન્ટ્રાકટ આપવાનાં થાય તે વગર ટેન્ડરે આપવાની દરખાસ્ત રજૂ કરી મળતીયાઓને કમાણી કરાવવાનુ નક્કી કરી દેવાયુ છે.

છ દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમો યોજાશે
પ્રથમ દિવસે હાસ્ય કાર્યક્રમ-ડાયરો
બીજા દિવસે ગુજરાત કલ્ચરલ શો-રાજસ્થાની લોકનૃત્ય
ત્રીજા દિવસે ઓપન એર મુવી
ચોથા દિવસે ઓપન એર મુવી
પાંચમા દિવસે નાઇટ મેરેથોન(રિવર ફ્રન્ટમાં જ)
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં રોડ સેફ્ટી માટે હવે ફિલ્મ બતાવાશે