Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી, તેનું પાણી પીવાલાયક નથી રહ્યુંઃ કોંગ્રેસ

sabarmati
, શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (18:29 IST)
કેન્દ્રિય પ્રદૂષણ નિયમંત્ર બોર્ડ દ્વારા નવેમ્બર 2022માં દેશની સૌથી પ્રદૂષિત નદીઓની સ્થિતિ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં એક પ્રશ્નોત્તરી દરમિયાન આ નદીઓની વિગતો આપવામાં આવી હતી. જેમાં ગુજરાતની સાબરમતી સહિતની 13 નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નદીઓ રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત છે. આ નદીઓના રીપોર્ટને લઈને ગુજરાતમાં વિપક્ષના નેતાઓ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે. એટલે કે તે અતિ ભયજનક છે અને તેનું પાણી પિવાલાયક નથી રહ્યું. લોકો જળ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યાં છે. સરકાર તાત્કાલિકપણે સાબરમતી સહિતની અન્ય નદીઓને પ્રદૂષિત કરનાર જવાબદાર લોકો કોણ-કોણ છે તેની સામે પગલા ભરે.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, CPCBનો રીપોર્ટ આવ્યો છે. આ રીપોર્ટમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતિ નદી બીજા ક્રમે છે. રાજ્યમાં 12 નદીઓ પણ પ્રદૂષિત નદીઓની યાદીમાં છે. જે શરમજનક બાબત છે. ભાજપની સરકારને મારે કહેવું છે કે, તમે આ નદીઓને શુદ્ધ કરવા માટે શું પગલા ભરવાના છો. તમે કેટલા સમયમાં શુદ્ધ કરશો અને કેવી રીતે શુદ્ધ કરશો.અમદાવાદના મેયર કિરિટ પરમારે કહ્યું હતું કે, AMC દ્વારા ટ્રીટ કરેલું પાણી છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક કોઈ એવી જગ્યા હશે પરંતુ શહેર બહારના વિસ્તારમાં કોઈ જોડાણ હશે ત્યાં કેમિકલ વાળુ પાણી છોડાતુ હશે. આ માટે અમદાવાદ કોર્પોરેશન અને ગુજરાત સરકાર સાથે રહીને પગલા ભરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં સચિન GIDCમાં સ્નેહા ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી