Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજયનગરની હાથમતી નદીમાં પુરના પાણી આવતાં સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો

વિજયનગરની હાથમતી નદીમાં પુરના પાણી આવતાં સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો
, બુધવાર, 20 જુલાઈ 2022 (12:15 IST)
સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદને પગલે નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. તે સમયે વિજયનગરની હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોકાવી નાખ્યા હતા. નદી પાસે એક સ્માશન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ફોન પર જણાવ્યું હતું કે, વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજે ગામના 90 વર્ષીય નિવૃત આચાર્ય નાનજી સાજા ડામોરનું જે પરવઠ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા ત્યાર બાદ નિવૃત થયા હતા. તેમનું મૃત્યુ સોમવારે સાંજે 4 વાગે થયું હતું. તેમનો દીકરો કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરે છે, જેને જાણ કરતા મોડી રાત્રે આવી પહોચ્યો હતો. મંગળવારે બપોરે 11.30 વાગે તેમની સમાજના રીતી રીવાજ મુજબ સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી. અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમસંસ્કાર કર્યા હતો.

દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પાણી આવતા અંતિમક્રિયા કર્યા બાદ અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો હતો.કોરોનાની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં અનેક મૃતદેહ તણાયા હોવાની ભયાનક તસવીરો સમગ્ર મીડિયામાં પ્રકાશિત થઈ હતી. આજે સાબરકાઠા જિલ્લાના વિજનગરની હાથમતી નદીમાં જોવા મળ્યું છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે હાથમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. હાથમતી નદી કિનારે આવેલા એક સ્મશાન ગ્રુહમાં એ સમયે અંતિમ વિધિ થઈ રહી હતી. ચિતાને અગ્નિદાહ આપ્યો જ હતો ને અચાનક નદીના ધસમસતા વહેણ સ્માશનગૃહમાં ઘુસી ગયા હતા. આ વહેણમાં સળગતી ચિતા તણાઈ ગઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol-Diesel Excise Duty: પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો