Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કોમી તોફાનો કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કોમી તોફાનો કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો
, શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (14:24 IST)
થરાદમાં ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંજણા પટેલ બોર્ડીંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં જંગી જનમેદનીને સંબોધતાં થરાદના પ્રશ્નો અને નર્મદાનાં પાણી સહિત બાકીના પ્રશ્નોના ઉકેલની ખાત્રી આપતાં જણાવ્યું હતું કે ૨૧મી તારીખ તમારી, ભાજપને મત આપી આવજો ૨૨ તારીખથી અમારૂ કામ થરાદે જેટલું આપેલું હશે એના કરતાં મારી સરકાર સવાયું થરાદને આપશે. સાથે સાથે તેમણે કૉંગ્રેસ પર સમાજ વચ્ચે ઝગડા અને કોમી તોફાનો કરાવ્યાના આક્ષેપ પણ કર્યા હતા.
મુખ્યપ્રધાનએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા માવજીભાઇ પટેલને આવકારતાં તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસનો સફાયો થઇ ગયો છે. પોતે કરેલ લોકકર્મી સ્વઃ જગતાબાની પ્રતિમાના અનાવરણને યાદ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ અને શિક્ષણ અને વ્યસનમુક્તિ પાછળ કરેલાં લોકહિતનાં કાર્યોનું ઋુણ ચુકવવાનું છે. પરબતભાઇ પટેલે દિવસરાત એક કરીને લોકોનાં કરેલાં સેવાના કાર્યોને યાદ કરતાં બનાસકાંઠામાંથી તેમને દિલ્હી મોકલવા બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને આતંકવાદીઓ સામે લીધેલા બદલા તથા કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા કલમ ૩૭૦ની કલમ રદ કરી ૫૬ની છાતી બતાવી હવે પીઓકે લેવાનો વિશ્વાસ હોવાની વાત કરી દેશની એકતા અને અખંડિતતાને મતની લાલચમાં ભાગ ભડાવવાના બદલે દેશને એક કર્યો હોવાનું જણાવ્યું હતું. કૉંગ્રેસે ૩૭૦ની કલમ રાખવાની વાત ચુંટણી ઢંઢેરામાં કોના માટે કરી હતી તેનો પ્રજાને જવાબ આપવા જણાવ્યું હતું.રામમંદીરની સુનાવણી પણ પુર્ણ થઇ હોઇ આવતા મહીને અયોધ્યામાં રામમંદીરનું ભવ્ય નિર્માણ થશે તેમ જણાવી તેમાં બાધારૂપ બનનાર કૉંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દારુ બંધીની વાતો કરતો અલ્પેશ ઠાકોર બરાબર ભરાયો, હવે લોકોના સવાલોમાં જ ફસાયો