રાજ્યમાં નવરાત્રી દરમ્યાન ગરબા ઉપરાંત શુદ્ધ ઘીનો ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગાંધીનગર જિલ્લાનાં રૂપાલ ગામમાં ઘણા દાયકાઓથી ઉજવવામાં આવતા તહેવાર પર વરાદાની માતાની પલ્લી પર લાખો કિલો ઘી ચઢાવવામાં આવે છે. સમગ્ર ગામની શેરીઓ શુદ્ધ ઘીની નદીઓમાં ફેરવાઈ છે.જ્યારે રાત્રીનાં લગભગ 3.30 વાગ્યે વરદાયિની માતાની પલ્લી રૂપાલ ગામનાં ચોક પર પહોંચે છે, ત્યારે ભક્તો લાખોની સંખ્યામાં એકઠા થાય છે અને આ પલ્લી પર ઘી અર્પણ કરે છે. ભક્તો માતાની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરીને તેમની માનતાની પૂર્તિની કામના કરે છે. અહીં, કુટુંબમાં જન્મ લેનાર નાના બાળકોને પહેલા વર્ષે આ રીતે જ માતાનાં દર્શન કરાવવાની પરંપરા છે.
જેમાં નાના બાળકોને લાખોની ભીડમાંથી લઇ લેવામાં આવે છે અને તેને સળગતી પલ્લીની આગનાં દર્શન કરાવવામાં આવે છે. અહીં દર વર્ષે અષ્ટમીની રાત્રે વરદાયિની માતાની પલ્લી સમગ્ર ગામમાં ફરે છે. ભક્તો ડોલ અને મોટા બર્લ્સ ભરી અને માતાની પલ્લી પર ઘી ચઢાવતા હોય છે.મંદિરના પૂજારીની માનીએ તો, આ પલ્લી માટે, એવું કહેવામાં આવે છે કે જે કોઈની પણ માનતા પૂર્ણ થાય છે તે પોતાની હેસિયત પ્રમાણે માતા વરદાયિનીને ઘી આર્પણ કરે છે. અહી દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે. આ પલ્લીમાં આશરે 8 થી 10 લાખ ભક્તો ઉમટે છે. જો કે ઘણા એવો પણ સવાલ ઉઠાવે છે કે દર વર્ષે આટલું ઘી કેમ વેડફાય છે જે એક ચર્ચાનો વિષય છે. તેને આસ્થા કહીએ કે અંધશ્રદ્ધા.