Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની 33 RTOમાં પુરતા કર્મચારીઓ ના હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી

ગુજરાતની 33 RTOમાં પુરતા કર્મચારીઓ ના હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી
, મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (12:16 IST)
સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમન માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે અને ભારે ભરખમ દંડની રકમ લોકો પાસેથી વસુલાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા સહિત અનેક રીતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે લાઈસન્સ કે પીયુસીની વાત આવે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના 33 આરટીઓમાં 631 જગ્યાઓ ખાલી હોવાથી નિયત સમયમાં કામગીરી થતી નથી. બીજી તરફ સોમવારથી ટ્રાફિક નિયમના ભંગ બદલ 400 થી 900 ટકાનો વધારો કરતા કોંગ્રેસ 079- 41050774 નંબર પર મિસ કોલ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રાફિકના નિયમમાં રૂ. 400થી900 ટકાનો વધારો ઘટાડવાની માગણી કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, દંડમાં વધારાથી સરકારે પોલીસને પ્રજાને લૂટવાનો પરવાનો આપી દીધો છે. નિયમો કડક કરવામાં આવતા જે વાહનચાલકોને મોટર વ્હીકલ એકટ પ્રમાણેના સર્ટીફિકેટ કઢાવવાના છે, તેમને વિલંબ થઇ રહ્યો છે. સોમવારે કોંગ્રેસે વડોદરા, રાજકોટમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજીત વિવિધ કાર્યક્રમો(Science Centre art gallery Photo)