Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યનો રોજગારી દર દેશમાં સૌથી ઊંચો, ૬૨ હજાર યુવાનોને અપાયા નિમણૂક પત્રો

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યનો રોજગારી દર દેશમાં સૌથી ઊંચો, ૬૨ હજાર યુવાનોને  અપાયા નિમણૂક પત્રો
, શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (22:02 IST)
“રોજગાર દિવસ” : ગુજરાતમાં ભારતના સૌથી વધુ ૨૪ ટકા એપ્રેન્ટિસ છે: વિજય રૂપાણી
 
 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષની સફળ પૂર્ણતાના વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા. ૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા.૫મી ઑગસ્ટના રોજ “રોજગાર દિવસ” નિમિત્તે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાનાં કુલ ૫૨ સ્થળોએ મેગા જોબફેર અને નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમો યોજાયા.
 
કોરોનાના કપરા કાળમાં જયારે વિશ્વ આખુ રોજગારી સહિતની અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે એવા સમયે પણ દેશભરમાં ગુજરાતનો રોજગારી દર સૌથી ઊંચો રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોમાં શિક્ષણ સહાયક, નર્સ સહિતના  વિવિધ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બોર્ડ-કોર્પોરેશનની તથા ખાનગી ક્ષેત્રોમાં પણ મહત્તમ રોજગારી પૂરી પાડવામાં આવી છે. 
 
જેમાં પસંદગી પામેલા અંદાજે ૬૨ હજાર યુવાનોને આજે સુરત ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.રોજગાર દિવસ નિમિતે અભિનવ ડિજિટલ પહેલ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ એક વિશેષ રોજગાર પોર્ટલ "અનુબંધમ્" તૈયાર કરવામાં આવ્યું છે જેનો પણ આજે મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રોજગાર દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવાધનને 'જોબ સિકર નહીં, પણ જોબ ગિવર' બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે. 
 
'લર્નિંગ વીથ અર્નિંગ'ના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ ૨૪ ટકા એપ્રેન્ટિસ છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રાજ્ય સરકારનું રૂ.૫ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ મળતાં ઉદ્યોગો પર આર્થિક ભારણ પણ રહ્યું નથી.
 
ગુજરાતની 'જોબ ગિવર' તરીકેની સરાહનીય ભૂમિકાનો ઉલ્લેખ કરતા દેશના અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવીને વસેલા ૨૫ લાખ શ્રમિકોને ગુજરાત રોજી-રોટી પૂરી પાડી રહ્યું છે. 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી'-તકોની ધરતી બનેલા ગુજરાત રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરનો વ્યાપ મોટા ફલક પર વિસ્તરી રહ્યો છે, જે રાજ્યના યુવાધનને રોજગારી આપવાનું ઉમદા પ્લેટફોર્મ છે એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગ્લોબલ ફાયના‍ન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટી ગાંધીનગર તેમજ સુરતના નિર્માણાધીન અત્યાધુનિક ડાયમંડ બુર્સ એમ આ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. જેનો સીધો લાભ કુશળ યુવાઓને થવાનો છે. યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ અમારી સરકારની પ્રાથમિકતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

19 વર્ષીય મહિલાને દિલ આપી બેસ્યો 7 બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષા