ગુજરાતમાં સૌ પ્રથમવાર હવે ગોઠણનું ઓપરેશન રોબર્ટ દ્વારા શક્ય બનશે. ગુજરાતમાં પહેલી વખત અને ભારતમાં આ ત્રીજો હોસ્પિટલ હશે કે જે સંપૂર્ણ ઓટોમેટીક રોબર્ટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સાથે સર્જરી પણ કરી શકશે. નિષ્ણાંત ડોક્ટરોનુ માનવું છે કે રોબટ કોઈ પણ ભૂલ કર્યા વગર ચોકસાઈ સાથે સર્જરી કરી શકે છે. આ રોબર્ટ દ્વારા સર્જરી કરવાથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ દર્દીને ઝડપથી રીકવરી આવે છે અને તેનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યા હોવાનું રિસર્ચ કરવામાં આવ્યું છે. રિપ્લેસમાં થયા બાદ દર્દીને જ દુઃખાવો થતો હતો તેમાં પણ મોટી રાહત મળશે. ગુજરાતના પ્રથમ આ પ્રકારના રોબોટનું લોન્ચિંગ કરાયું હતું. જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ રોબોટિક મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.