Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - ભારે વરસાદ અને પૂરને કારણે Mount Abuમાં ફસાયા 2000 પર્યટક

Video - ભારે વરસાદ અને પૂરને કારણે Mount Abuમાં ફસાયા 2000 પર્યટક
, બુધવાર, 26 જુલાઈ 2017 (13:21 IST)
દેશના અનેક ભાગ આ સમયે પૂરની આફત સામે ઝઝૂમી રહ્યા છે. રાજસ્થાનના માઉંટ આબૂમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે. અહી વરસાદે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને સતત 3 દિવસથી થઈ રહેલ વરસાદને કારણે લગભગ 2 હજાર પર્યટકો ફસાય ગયા છે. વરસાદ સાથે જ ભૂસ્ખલન પણ થયુ છે. જેને કારણે ટ્રાફિક એકદમ બંધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હજુ રસ્તો ખુલવામાં 3 થી 4 કલાક લાગી શકે છે. 
- નખી તળાવ ઓવર ફ્લો
- પ્રવાસીઓને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યાં
webdunia
 
તમામ નદીઓ અને ઝરણા વરસાદી પાણીથી છલકાઈ ઊઠ્યા હતા. નખી તળાવ ઓવર ફ્લો થઈ જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ઘુસી રહ્યાં છે. માઉન્ટ આબુ પર પૂરની આફત ઊતરી હોય એમ ચોમેર પાણી પાણી થઈ ગયું છે. પાસેના સરૂપગંજનો બગેરી બંધ પણ ઓવર ફ્લો થઈ ગયો છે. ૧૦૦ જેટલાં ગામોનો સંપર્ક તૂટ્યો છે.

   

 

રવિવાર સાંજ સુધીમાં પૂરા થતાં 24 કલાક દરમિયાન આબુમાં 29 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે આબુ તરફ જતાં માર્ગો પર ઠેર-ઠેર ભેખડો ધસી પડવાની સાથે ધોવાણ થયું છે. માર્ગોમાં ભેખડ ધસી પડવાના કારણે વાહનવ્યવહાર અટકી જતાં મુલાકાતીઓને આવવા-જવા પર રોક લગાવી દેવામાં આવી છે. રવિવારે આબુમાં ફસાયેલા 5000 પર્યટકોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, રવિવારે બપોર બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
webdunia
ભારે વરસાદના પગલે આબુમાં શાળાઓમાં રજા રાખવામાં આવી છે. ફસાયેલા પ્રવાસો માટે આબુરોડ પર આવેલી તમામ ધાર્મિક સહિતની સંસ્થાઓમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. માઉન્ટ આબુ પંથકમાં વરસાદને પગલે ધસમસતી વહેતી પહાડી નદીઓને કારણે આ વિસ્તારના અનેક આદિવાસીઓ ફસાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO-બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર, આર્મી અને એનડીઆરએફ ખડેપગે