Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના દરિયાકાંઠે તણાઈ આવી રિયલ લાઈફ બ્લુ વ્હેલ

ગુજરાતના દરિયાકાંઠે તણાઈ આવી રિયલ લાઈફ બ્લુ વ્હેલ
, શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (12:21 IST)
ગુરૂવારે સવારે ઉના નજીક આવેલા નવાબંદરમાં મોટી સંખ્યામાં લોકો 30 ફીટ લાંબી બ્લુ રંગની વ્હેલને જોવા ઉમટ્યા હતા. પહેલી દૃષ્ટિએ બધાને લાગ્યું કે આ વ્હેલ મૃત્યુ પામી ચૂકી છે પરંતુ વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો અને તેમણે કન્ફર્મ કર્યું હતું કે વ્હેલ જીવતી છે. ત્યાર બાદ ડિપાર્ટમેન્ટ અને ગામના લોકોએ ભેગા મળીને વિશાળકાય વ્હેલને દરિયામાં પાછી ધકેલી હતી.

વન વિભાગના ઑફિસર જે.જી પંડ્યા જણાવે છે, “બ્લુ વ્હેલને દરિયામાં ધકેલવાનું ઓપરેશન તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું. અર્થમૂવરની મદદથી વ્હેલની આસપાસની ઘણી રેતી કાઢી લેવામાં આવી હતી. ત્યાર પછી ગ્રામજનોએ વ્હેલને દરિયામાં પાછી ધકેલી દીધી હતી.” પંડ્યાએ જણાવ્યું કે બ્લુ વ્હેલને દરિયામાં લગભગ 150 મીટર જેટલી ધકેલવી પડી હતી. પછી તે જાતે જ તરીને જતી રહી હતી.અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના કાંઠે બ્લુ વ્હેલ દેખાવી ખૂબ જ અદભુત વાત છે. દુનિયાના સૌથી મોટા દરિયાઈ જીવોમાંની એક બ્લુ વ્હેલનું વજન 180-200 ટન હોય છે. તેની લંબાઈ વધીને 100 ફીટ જેટલી થઈ શકે છે. છેલ્લા દાયકાથી વ્હેલને રેસ્ક્યુ કરવાના કામ સાથે જોડાયેલા દિનેશ ગોસ્વામી જણાવે છે, “આ દરિયાઈ જીવ ગુજરાતના દરિયાકાંઠે પહેલીવાર દેખાયો છે. અમને ખબર પડી કે તે બ્લુ વ્હેલ છે તેવું તરત જ અમે તેને રેસ્ક્યુ કરવાનું ઓપરેશન શરૂ કરી દીધુ.”વ્હેલ સવારના ભાગમાં ઢસડાઈ આવવાથી તેને બચાવવી શક્ય બની હતી. પંડ્યા જણાવે છે, “વ્હેલની આસપાસનો વિસ્તાર ભીનો હતો. તાપમાન વધે તે પહેલા અમે તેને દરિયામાં રીલીઝ કરી શક્યા હતા. વ્હેલ પાણીની બહાર શ્વાસ લઈ શકે છે પણ જો તાપમાન વધી જાય તો તેને મુશ્કેલી થઈ શકે છે. અમે સવારે 7 વાગ્યે વેન્યુ પર પહોંચી ગયા હતા અને ગરમી વધે તે પહેલા વ્હેલને દરિયામાં છોડી મૂકાઈ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલાના જન વિકલ્પનું ટાંય ટાંય ફૂસ... કોઈ ફરક્યું જ નહીં