સુરતના એક વિસ્તારમાં 31 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનો સાડા ચાર વર્ષીય બાળકી પર બળાત્કાર કરતા આખો મામલો પોલસીને જાણ થતાં ભાગદોડ મચી હતી હતા. આ મામલાને ગંભીરતા લઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માસૂમ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. અને સીસીટીવીના આધારે આરોપીને પકડી પડ્યો હતો.
સુરતમાં એક વિસ્તારમાં નવી બાંધકામની સાઇડની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં નોકરી કરતા સિક્યુરીટી ગાર્ડે સાડા ચાર વર્ષની બાળકીને ટેરેસ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે આ બાબતે સ્થાનિક પોલીસ અડાજણ પોલીસની સતર્કતાને કારણે બાળકી સહીસલામત મળી આવી હતી.
નવી કંસ્ટ્રક્શન સાઇડ પર મજૂર કરી પેટીયું રળતા પરિવારની સાડા ચાર વર્ષની દીકરી ગુરુવારે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે બાળકીની 3-4 કલાક સુધી શોધખોળ કરી છતાં પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ અડાજણ પોલીસને સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો.
પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામની સાઇડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ કરી હતી. પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી જેમાં એક વ્યકિત સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાય છે.
આમ આખરે બાળકીને શોધવા માટે સીસીટીવી ખુબ જ મહત્વના રહ્યા બાદમાં ફુટેજ આધારે બાજુની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી. આથી પોલીસ બાજુની બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી. અને બાળકીને ઈજાના નિશાન હોવાની આશંકા છે.
જેને પગલે પોલીસે બાળકીને મેડિકલ પરિક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બીજી તરફ પોલીસને આરોપીના ફૂટેજ મળ્યા હતા અને પોલીસે તાત્કાલિક આરોપી શિવનારાયણ જયરાજસિંહ છે અને તે મૂળ યુપીનો છે. જેની ધરપકડ કરી અડાજણ પોલીસે મોડીરાતે ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધવા માટેની તજવીજ શરૂ કરી છે