Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

પોરબંદર: ડ્રાઇવર અને કંડક્ટરે બસમાં મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર, બંને આરોપીની ધરપકડ

Rape counter
, રવિવાર, 23 ફેબ્રુઆરી 2020 (13:50 IST)
ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પોરબંદરથી સામે આવ્યો છે. પોરબંદરમાં એક ખાનગી બસના ડ્રાઇવર અને કંડક્ટરે બસની છાપરા પર મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઇને કહેશે તો તે બસના છાપરા પરથી તેને નીચે ફેંકી દેશે. 
 
આ અંગે મહિલાએ પોરબંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પીડીતાએ જણાવ્યું હતું કે 10 દિવસ પહેલાં તે પોતાના પતિ સાથે કુકશી (મધ્ય પ્રદેશ) ગઇ હતી. થોડા દિવસ ત્યાં રોકાઇ અને પછી બુધવારે બસમાં પોરબંદર માટે રવાના થઇ હતી. ત્યારે છોટાઉદેપુર નજીક એક હોટલમાં નાસ્તા પાણી માટે મુસાફરો ઉતર્યા હતા. આ દરમિયાન બસના ડ્રાઇવરે મહિલાને બસની છત પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ ધમકી આપી હતી કે જો તે બૂમ પાડશે તો તેને બસના છાપરા પરથી નીચે ફેંકી દેશે.  ભોગ બનનારી મહિલા નશાની હાલતમાં હતી. આ મહિલાને ભાન આવ્યું ત્યારે તે પોરબંદર હતી અને અહીં તેણે પોલીસની મદદ માંગી અને રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
પોરબંદર પહોંચતાં પીડિતાએ પોતાના ભત્રીજાને બોલાવ્યો અને ભત્રીજાએ પોલીસને તેની સૂચના આપી. પોલીસ તાત્કાલિક એક્શન લેતાં બસ રોકાવી દીધી અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. આરોપીઓની ઓળખ નાનાભાઇ (ડ્રાઇવર) અને કપિલ (કંડક્ટર)ના રૂપમાં થઇ છે. પછી આ કેસને છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાંસફર કરવામાં આવ્યો, કારણ કે ઘટના તે વિસ્તારમાં થઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું ભાજપની સરકાર ટ્રમ્પના કાર્યક્રમમાં ગાંધી આશ્રમને પડતો મુકશે?