Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધન શુભ મુહુર્ત - રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ફક્ત 2 કલાકનુ છે શુભ મુહૂર્ત, કરી લો પ્લાનિંગ

રક્ષાબંધન શુભ મુહુર્ત - રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ફક્ત 2 કલાકનુ છે શુભ મુહૂર્ત, કરી લો પ્લાનિંગ
, બુધવાર, 2 ઑગસ્ટ 2017 (16:10 IST)
રક્ષાબંધનના તહેવારને માત્ર એક અઠવાડિયુ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવનારા સોમવારે છે. બહેનો જ્યા અત્યારથી કપડા ઘરેણા અને રાખડીની ખરીદીમાં લાગી ગઈ છે તો બીજી બાજુ ભાઈ પણ અત્યારથી જ માથાકૂટ કરી રહ્યા છે કે આ વખતે શુ ગિફ્ટ આપવામાં આવે જેથી બહેન ખુશ થઈ જાય. રક્ષાબંધનને જોતા લોકો ભાઈ-બહેન પોતાની રજાઓની વ્યવસ્થામાં લાગી ગયા છે. ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહના આ તહેવાર પહેલા અમે તમને બતાવી રહ્યા છે કે ભલા આ વખતે રક્ષાબંધન પર શુભ મુહુર્ત ક્યારે આવશે. 
 
પંડિતો મુજબ ચંદ્રગ્રહણથી નવ કલક પહેલા સૂતક લાગી જાય છે. સૂતક લાગવાના થોડા કલાક પહેલા સુધી ભદ્રાઅ પ્રભાવકારી રહેશે. ભદ્રા અને સૂતક દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરાતુ નથી. જેનો મતલબ છે કે ભદ્રા સમાપ્ત થતા સૂતક શરૂ થવાના થોડોસ સમય જ તમારા માટે રાખડી બાંધવા માટે શુભ છે. 
 
7 ઓગસ્ટની સવારે 11.07 વાગ્યા પછી બપોરે 1.50 વાગ્યા સુધી રક્ષા બંધન માટે શુભ સમય છે.  આ દિવસ ચંદ્ર ગ્રહણ પણ હશે જે રાત્રે 10.52થી શરૂ થઈને 12.22 સુધી રહેશે.  ચંદ્ર ગ્રહણથી 9 કલાક પૂર્વ સૂતક લાગી જશે. આ પહેલા ભદ્રાનો પ્રભાવ રહેશે. ચંદ્રગ્રહણ પૂરુ નહી થાય પણ ખંડગ્રાસ રહેશે.  પંડિતો મુજબ ભદ્રા યોગ અને સૂતકમાં રાખડી બાંધવી જોઈએ નહી. 
 
ચદ્ર ગ્રહણના પ્રભાવના કારણે મંદિરોન આ કપાટ બંધ રહેશે. આ દરમિયાન પૂજા પાઠ નહી થાય. જ્યારે સૂતક શરૂ થઈ જાય છે તો ફક્ત મંત્રોના જાપ કરવામાં આવી જાય છે.  આ દરમિયાન કોઈપણ પ્રકારનુ શુભ કામ નહી થાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO - પત્ની પાસે સમય નથી તો ડોલને બનાવી પાર્ટનર