Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિસ્કિટ બન્યુ મોતનુ કારણ - બિસ્કિટ બાબતે પરિવારે આપ્યો ઠપકો, મોટા ભાઈએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

બિસ્કિટ બન્યુ મોતનુ કારણ - બિસ્કિટ બાબતે પરિવારે આપ્યો ઠપકો,  મોટા ભાઈએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા
રાજકોટ: , સોમવાર, 7 માર્ચ 2022 (23:20 IST)
રાજકોટમાં બિસ્કિટ બાબતે મોટા ભાઈએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Biscuit suicide in Rajkot)કરી લીધાની ઘટના સામે આવી છે. ભારતીય સમાજમાં દરેક કુંટુબમાં આ વાત જોવા મળે છે. ઘરમાં બીજુ બાળક આવે ત્યારે પહેલુ બાળક 5 વર્ષનુ હોય કે 1 વર્ષનુ તેને એકદમ જ મોટુ સમજવામાં આવે છે અને ડગલેને પગલે  તેને તુ મોટો છો કે મોટી છે કહીને તેની પાસે બલિદાનની અને સહન કરવાની અપેક્ષા કરવામાં આવે છે. પરંતુ બાળક માતા પિતાનુ બાળક જ હોય છે. તેથી તેનુ મન આ બધુ હંમેશા સહન નથી કરી શકતો. તેનુ મન ક્યારેક દુભાય પણ છે. 
 
આવુ જ એક ઉદાહરણ  આપતી તાજી ઘટના રાજકોટમાં બની છે જેમાં કુવાડવા રોડ પર રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના 16 વર્ષીય યુવકે એક જ પેકેટમાંથી બિસ્કીટ ખાવા મામલે ઘર નજીક લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જ્યારે આ મામલે કુવાડવા પોલીસ(Rajkot Kuwadwa Police)દ્વારા વધુ તપાસ શરૂ કરવા આવી છે.આ પણ વાંચોઃ Rajkot Suicide Case : રાજકોટ મનપાના ઇજનેર આત્મહત્યા મામલે કાર્યપાલક ઈજનેરની કરાઈ ધરપકડએક પેકેટમાંથી બિસ્કીટ ખાવા મામલે થઈ માથાકૂટ
કુવાડવા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂળ દાહોદના વતની અને રાજકોટના કુવાડવા રોડ પર રહી મજૂરી કરતા પરિવારના 16 વર્ષીય રાહુલ શંકર મોહનીયાએ ગઈકાલે પોતાના ઘરની પાછળ આવેલ લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિવારના સભ્યોની પૂછપરછમાં સામે આવ્યું છે કે નાનાભાઈ સાથે એક જ પેકેટમાંથી બિસ્કિટ ખાવા મામલે બબાલ થઈ હતી અને તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું.પરિવારના સભ્યોએ પણ આપ્યો હતો ઠપકો
જ્યારે રાહુલે ગઈકાલે પોતાના નાનાભાઈ સાથે એક જ પેકેટમાંથી બિસ્કિટ ખાવા મામલે માથાકૂટ કરી હતી. જેના કારણે પરિવારના સભ્યો દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલ ઘરમાંથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જે ઘટના બાદ મોડીસાંજ સુધી પરત આવ્યો નહોતો અને પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. જે ઘરની પાછળ આવેલ લીમડાના વૃક્ષ પર તે લટકતો જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#WomensDay2022 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત