Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ રથયાત્રામાં મહાદેવનું અઘોરી નૃત્ય રજૂ કરાયુ, વૃંદાવનની રાસ મંડળી જોડાઈ

jagannath rathyatra
, રવિવાર, 7 જુલાઈ 2024 (17:43 IST)
શહેરમાં આજે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરેથી સતત 18માં વર્ષે ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેની પાહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. રથયાત્રાના પ્રસ્થાન પહેલા રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવપૂર્વક જોડાયા હતા અને જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠ્યા હતા. 
 
ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે
રાજકોટની રથયાત્રામાં આ વખતે 25થી વધુ ફ્લોટ્સ જોડાયા હતા. તેમાં મુખ્ય આકર્ષણ અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી, સનાતની બુલડોઝર અને ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી રહ્યા હતા.રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહન દાસજી જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હિન્દુ ધર્મના સનાતનની પ્રતિક ધર્મયાત્રા માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ આજે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ભગવાન જગન્નાથ તમામ લોકોના દુઃખો દૂર કરશે. ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે. 
 
અઘોરી સાધુઓનું ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું
રાજકોટમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથથી ભવ્ય રથયાત્રા નીકળે છે. 25 જેટલાં રથ ઉપરાંત લોકો આ રથયાત્રામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે જોડાયા હતા. અંદાજે 2,000થી વધુ શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં પગપાળા જોડાયા હતા. 21 કિલોમીટરની રથયાત્રા રાજકોટ શહેરમાં ફરી સાંજે 7 વાગ્યે આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે. રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે આ રથયાત્રામાં વૃંદાવનની રાસ મંડળી જોડાઈ હતી. ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી અને અઘોરી સાધુઓનું ગ્રુપ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં હૂડા રાસની રમઝટ સાથે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ