Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ લેવા બેંક બહાર લોકોની લાંબી લાઈન, સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળ્યો

રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ લેવા બેંક બહાર લોકોની લાંબી લાઈન, સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળ્યો
, ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (15:43 IST)
રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આજે આ પ્રોજેક્ટના આવાસ માટે ફોર્મ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.આજે બેંકની બહાર ફોર્મ મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈન લગાવી હતી. કોરોનાકાળમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળ્યો કરતા દ્રશ્યો જોવા મળ્યાં હતા. તેમજ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા.લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતગર્ત આવાસ માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મ મનપાના 6 સિવિક સેન્ટર અને ICICI બેંકની શાખાઓ ખાતે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી સુધીમાં ફોર્મ મેળવી પરત કરવાના રહેશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ બનનારા 1144 આવાસ માટે ફોર્મ મેળવવા બેંક બહાર લોકો ઉમટી પડ્યા છે.રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલિથિક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેક્નોલોજીના આધારે કરવામાં આવશે, જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1.5 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.4.00 લાખની વિશેષ ટેક્નોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવશે. સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00ચો.મી.) પ્રકારનાં 1144 આવાસ (G+13)નું નિર્માણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં ધો-10નો વિદ્યાર્થી અને ધો-9ની વિદ્યાર્થિની લગ્નના ઈરાદે ફરાર