રાજકોટમાં ગરબાના કાર્યક્રમ બાદ એક જ પરિવારના 175 લોકોને આંખમાં ઈન્ફેક્શન થયું
, મંગળવાર, 12 નવેમ્બર 2019 (12:42 IST)
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં એક પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી. દીકરાની દાંડીયારાસમાં આવેલી છોકરાની વાગ્દત્તાને પણ આંખમાં ઇન્ફેક્શન થયું છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવારના સભ્યો તેમજ મહેમાનોને આંખમાં ઇન્ફેક્શન બાદ તમામ લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવા મળી હતી. મીડિયા સાથેની વાતચીતમાં આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના 175 લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખનાં ટીપાં નાખવામાં આવ્યા હતા.
આગળનો લેખ