Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain Alert- રાજસ્થાન તરફના મોન્સૂન ટ્રફને કારણે બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

rain in surat
, શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:13 IST)
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સાંજે 4:00 વાગ્યાની આગાહી મુજબ, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં હળવો વરસાદી માહોલ રહી શકે છે.ઉપરાંત ગાજવીજ સાથે વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે. એમાં પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર વરસાદનું જોર આગામી 48 કલાક માટે રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ હળવું રહે એવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત પોલીસે એક સપ્તાહમાં 836 કરોડનો ચરસ, ગાંજો અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો