Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદીએ ટાઢક મળી: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા

rain in gujarat
, સોમવાર, 13 જૂન 2022 (08:13 IST)
હવામાન ખાતાની આગાહી અનુસાર રવિવારે માંડી સાંજેઅમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. આજે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું અને તે સિવાય શહેરના એસજી હાઇવે, સોલા, ગોતા, શાહીબાગ, નરોડા, નિકલો, ન્યૂ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પાલડી, ગીતામંદીર, જમાલપુર, ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. 
 
13 જૂને સવારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મોડી રાતથી જ વરસાદ શરૂ થઇ ચુક્યો છે. શનિવારે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાણીપ, એસજીહાઇવે, ઘાટલોડિયા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. 
 
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં તાપમાનમાં ૨ ડિગ્રી જેટલો ઘટાડો થશે.
 
મળતી માહિતી મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં આજે વરસાદ પડ્યો હતો. વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીરગઢડા પંથકમાં આજે ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.
 
જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જુનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર વધુ જોવા મળશે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.
 
આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૪૮ કલાક દરમિયાન ચોમાસાને આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે
 
જેના કારણે મેઘરાજના સવારી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશમાં આગળ વધશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલની અછત મુદ્દે પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન