Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલે આગાહીસૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદનું એલર્ટ

rain in navsari
, ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (19:09 IST)
અંબાલાલ પટેલે આગાહી -વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2 થી 5 ઓગસ્ટ દરમ્યાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. 
 
તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. 
 
આ રાજ્યોમાં ભારે વરસાદ પડશેઃ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા
 
ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલા સરક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત પર પણ પડશે.
 
સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે પવનની ઝડપ પણ વધવાની શક્યતા છે. અમદાવાદમાં ઝરમર ઝરમર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
 
આગામી 4 અને 5 દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં હોવાથી ગુજરાત પ્રદેશમાં 4-5 ઓગસ્ટે ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા વધુ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી 'ભાઈ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં થઈ રહી છે મુશ્કેલી ! જાણો કેમ ?